દક્ષિણ-પશ્ચિમમાં આ વખતે વરસાદે સમય પહેલા જ દસ્તક આપી દીધી હતી. બંગાળની ખાડી અને અરબ સાગરના લો પ્રેશર અને ડિપ્રેશનને કારણે કેરળ, મહારાષ્ટ્ર, ગોવાથી લઈને નોર્થ ઈસ્ટ રાજ્યોમાં ઘણા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેરળ અને પુર્વોત્તર વિસ્તારમાં હાલત ગંભીર બની ગઈ છે. પુર અને લેન્ડસ્લાઈડને કારણે મોટા પ્રમાણમાં જાન-માલને નુકસાન પહોંચ્યું છે. હવે આ મુશળધાર વરસાદ પર બ્રેક લાગવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 


અસમ, મણીપુર જેવા રાજ્યોમાં પુરનું પાણી ઓછુ થવાનું શરુ થઈ ગયુ છે. લેન્ડસ્કેપની ઘટનાઓ પણ ઓછી થઈ ગઈ છે. ભારતના હવામાન વિભાગના કહ્યા પ્રમાણે હાલ વાતાવરણ સામાન્ય રહેવાનો અંદાજો છે. હવામાન વિભાગે રાજસ્થાન, યુપી સહિત ઘણા રાજ્યોમાં હીટ વેવની આગાહી કરી છે. રાજસ્થાનના જેસલમેરમાં 7 જૂન 2025ના રોજ પારો 45 ડિગ્રી પાર કરી ગયો હતો. દિલ્હીમાં પણ લોકોને ભીષણ ગરમીનો સામનો કરવો પડ્યો હતો.   

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે પશ્ચિમી રાજસ્થાનમાં 8-11 જૂન સુધી પંજાબ, હરીયાણા, પશ્ચિમિ ઉત્તર પ્રદેશ અને ઉત્તરના મધ્યમાં 9 અને્ 10 જૂન 2025 સુધી હીટ વેવ આવી શકે છે. જેના કારણે અહીંના લોકોને ભીષણ ગરમીનો સામનો કરવો પડશે. ડ્રાય વેધર અને હ્યુમિડીટીને કારણે લોકોને ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડશે. હાલ તો ત્રણ ચાર દિવસ સુધી ગરમીની સંભાવના ન બરાબર છે. રાજસ્થાનના ઘણા એરિયામાં ગરમીના કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. જો વરસાદ આવે તો ગરમીનો પારો ઓછો થઈ શકે છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યમાં 10 જૂનથી ભારે વરસાદની સંભાવના છે. આવનારા 7 દિવસ દરમિયાન પૂર્વો્તર ભારતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 10-13 જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં તથા 7 અને 11-13 જૂન દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિજોરમ અને ત્રિપુરામાં વરસાદ વરસી શકે છે.


  • Follow us on: