સમગ્ર ભારતમાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદનું એલર્ટ અપાયું છે. ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ તમામની વચ્ચે ભારતના હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે થોડા દિવસો સુધી ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડુ આવશે. ખાસ કરીને ઉત્તર ભારત અને પૂર્વના રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. પૂર્વના રાજ્યોની વાત કરીયે તો અહીંયા ખરાબ હવામાનને કારણે ઘણુ નુકસાન થયું છે. ખાસ કરીને સિક્કીમ અને અસમમાં મુશળઘાર વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે. ઘણા એરિયામાં લોકો ફસાયા છે. અને ઘણાના જીવ ગયા છે. ઘણા લોકો હજી લાપતા હોવાના સમાચાર છે. 


હવામાન વિભાગ અનુસાર  3 થી 5 જૂનની વચ્ચે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં જબરદસ્ત વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને જે લોકો આ એરિયામાં ફરવા જવાનું પ્લાનીંગ બનાવી રહ્યા હોય તો તેમણે એલર્ટ રહેવાની જરૂર છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરાખંડમાં 3 થી 4 જીન અને પંજાબ, હરિયાણામાં 3 જૂને ભારે વરસાદ વરસી શકે છે.  

ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વરસાદનું એલર્ટ

આ જ રીતે અસમ, મેધાલય, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને થત્તીસગઢમાં 3 થી 4 જૂન સુધી સતત વરસાદની સંભાવના જાહેર કરવામાં આવી છે. 

સ્કાઈમેટના વેધર અનુસાર આવનાર 24 કલાકોમાં સિક્કીમ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળના તટના વિસ્તારોમાં હળવા વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. 

આ સિવાય અંદમાન-નિકોબાર, લક્ષદ્રીપ અને પશ્ચિંમના હિમાલયના ક્ષેત્રોમાં વરસાદ જોવા મળશે. પૂર્વ ગુજરાત, તેલંગાણા, આંધ્ર અને દક્ષીણ છત્તીસગઢમાં પણ વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 


  • Follow us on: