બિહારમાં વિધાનસભા ચૂંટણીનુ બ્યુગલ વાગી ગયુ છે. આ વચ્ચે બેતિયા જિલ્લામાંથી મોટાં સમાચાર સામે આવ્યા છે. અહિંયા બેતિયાના સાંસદને અજ્ઞાત બદમાશોએ 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. બદમાશોએ ફોન કરીને બેતિયાના સાંસદ પાસે 10 કરોડની માગ કરી છે. તો રકમ ન આપવા પર બદમાશોએ સાંસદ સંજય જયસ્વાલના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. હાલ સાંસદ સંજય જયસ્વાલની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કર્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.


દિકરાને જાનથી મારી નાખવાની મળી ધમકી

હકીકતમાં, બેતિયાના સાંસદ સંજય જયસ્વાલ પાસેથી 10 કરોડની ખંડણી માગવાનો મામલો સામે આવ્યો છે. બદમાશોએ 10 કરોડની ખંડણી ન આપવા પર બીજેપી સાસંદ સંજય જયસ્વાલના દિકરા ડોક્ટર શિવમ જયસ્વાલને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બદમાશોએ 23 ઓક્ટોબરની બપોરે વારં વાર અલગ અલગ નંબરોથી ફોન કરીને ખંડણી માગી છે. આ મામલામાં સંજય જયસ્વાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે ફોન નંબરના આધાર પર બદમાશોનુ લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બદમાશોની તપાસમાં પોલીસ સ્પેશ્યિલ ટીમ બનાવીને છાપેમારી કરી રહી છે.

બિહારમાં ચુંટણીની તૈયારીઓ તેજ

આપને જણાવી દઇએ કે બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ તેજ થઇ ગઇ છે. એક તરફ જ્યાં મહાગઠબંધનના નેતા સત્તામાં આવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ એનડીએના તમામ નેતા બીજી વાર સત્તામાં પાછા આવવાને લઇને મહેનતમાં જૂટ્યા છે. હાલ બિહારમાં બે ચરણોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. પહેલાં ચરણનું મતદાન 6 નવેમ્બર અને બીજું ચરણ 11 નવેમ્બર થશે. બંને ચરણની મતગણના 14 નવેમ્બરે કરવામાં આવશે. 14 નવેમ્બરે એ નિર્ણય આવી જશે કે બિહારમાં હવેની સરકાર કોની હશે.


  • Follow us on: