પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. ભાજપ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરશે. દિલ્હી સરકાર 75 સેવા પ્રોજેક્ટ્સ પણ શરૂ કરી રહી છે અને મોટા કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. સોશિયલ મીડિયા પર પીએમ મોદીને બર્થ ડે વિશનો વરસાદ વરસી રહ્યો છે. જેમાં ઘણા અગ્રણી રાજકારણીઓએ શુભેચ્છાઓ પાઠવી છે.
અમિત શાહે પાઠવી શુભકામના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક આકાંક્ષાઓનું કેન્દ્ર પણ બન્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવથી લઈને દ્વારકામાં સમુદ્રના ઊંડાણ સુધી તેમણે વારસા અને વિજ્ઞાન બંનેને ગૌરવ અપાવ્યું છે. તેમના નેતૃત્વમાં, ભારત આજે અવકાશ ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે સ્વદેશી કોવિડ રસી, સ્વદેશી સંરક્ષણ પ્રણાલી, સ્ટાર્ટઅપ્સ, નવીનતા, ખેડૂતોના પાકના વાજબી ભાવ મેળવવાથી લઈને ઉત્પાદન મિશન સુધી, મોદીજી એક એવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે જે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર છે.
Also Read
PM Modi 75th Birthday : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને જન્મદિવસની આપી શુભેચ્છા, PMએ માન્યો આભાર
PM Modi 75th Birthday : વડાપ્રધાન મોદી મધ્યપ્રદેશમાં જન્મદિવસની કરશે ઉજવણી, PM મિત્ર પાર્કનો કરશે શિલાન્યાસ
PM Modi 75th Birthday : વડાપ્રધાન મોદી મધ્યપ્રદેશમાં જન્મદિવસની કરશે ઉજવણી, PM મિત્ર પાર્કનો કરશે શિલાન્યાસ
ચંદ્રબાબુ નાયડુએ કર્યુ વિશ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે યોગ્ય સમયે યોગ્ય નેતા મળ્યા છે. જે આપણા રાષ્ટ્રને સ્પષ્ટતા અને નિશ્ચય સાથે માર્ગદર્શન આપી રહ્યા છે. લોકો અને આપણા રાષ્ટ્રની સમૃદ્ધિ પ્રત્યેની તેમની સંપૂર્ણ પ્રતિબદ્ધતાએ અસંખ્ય લોકોના જીવનને સ્પર્શ્યું છે અને સમગ્ર દેશમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવ્યા છે. તેમના સમર્પણથી તેમણે આપણી વૈશ્વિક પ્રતિષ્ઠાને મજબૂત બનાવી છે અને 2047 સુધીમાં વિકસિત ભારતના તેમના રોડમેપ સાથે આપણને વિશ્વનું અગ્રણી રાષ્ટ્ર બનવા તરફ દોરી રહ્યા છે. હું તેમને સારા સ્વાસ્થ્ય, અનંત ઉર્જા અને આપણી મહાન માતૃભૂમિ પ્રત્યે સમર્પિત સેવા માટે ઘણા વર્ષોની શુભેચ્છા પાઠવું છું."
નીતિશ કુમારે પાઠવી શુભકામના
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. હું તેમને સ્વસ્થ અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવું છું.
શરદ પવારે પાઠવી શુભકામનાઓ
NCP (SP) ના નેતા શરદ પવારે નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું તમારા જન્મદિવસ નિમિત્તે, હું મારા હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય, ખુશી અને લાંબુ આયુષ્ય આપે. હું તમારા સક્ષમ માર્ગદર્શન હેઠળ આપણા રાષ્ટ્રની સતત પ્રગતિ અને આવનારા વર્ષોમાં તેની વધુ સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રાર્થના કરું છું.
શરૂઘ્ન સિંહાએ પાઠવી શુભકામના
હિન્દી સિનેમાના અભિનેતા અને TMC નેતા શત્રુઘ્ન સિંહાએ જૂના ફોટા શેર કર્યા અને લખ્યું કે આપણા મિત્ર અને સમાજના મિત્ર, માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન તમને હંમેશા ખુશી, શાંતિ, આનંદ, સારું સ્વાસ્થ્ય અને સ્વસ્થ લાંબુ આયુષ્ય આપે.










