ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશથી લઇને ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 6 રાજ્યોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યુ છે. તેથી સ્થાનિકોને સચેત રહેવા અપીલ કરાઇ છે. અને પ્રવાસીઓને પર્વતીય વિસ્તારમાં ફરવા ન આવવા માટે વિનંતી કરાઇ છે.

વરસાદી માહોલ રહેશે યથાવત્

સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે. જેના કારણે ઉત્તર-પશ્ચિમી ભારત, ખાસ કરીને ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વારસાદ વધુ સક્રિય થયો છે. જેના કારણે ભારે વર્ષા જોવા મળી રહી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના આપવામાં આવી છે. વધુ વરસાદના કારણે પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ થતી રહેશે. હાલમાં પાકિસ્તાન અને પંજાબમાં કુદરતને કહેર વર્તાવ્યો છે. અહીં મોટાભાગના શહેરો પાણીમાં ગરકાવ થયા છે. પંજાબમાં ગુરુદ્વારા પાણીમાં ડૂબ્યા છે. તો પાકિસ્તાનમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં થઇ રહેલા સર્કુલેશનથી હિમાલય તરફ વરસાદ આગળ વધી રહ્યો છે.

હવામાન ખરાબ થતા શાળા-કોલેજ બંધ

ઉત્તર પ્રદેશના અવધ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદની સ્થિતિને જોતા પીલીભીત, બરેલી, રાયબરેલી જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ખરાબ હવામાનને જોતા હિમાચલ પ્રદેશમાં પણ શાળા-કોલેજ બંધ રાખવામાં આવી છે. શિમલા, સોલન, સિરમૌર અને કુલ્લુના બંજાર, કુલ્લુ અને મનાલી સબ ડિવિઝનમાં પણ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે.

પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડમાં પણ વરસાદી કહેર યથાવત્

પંજાબમાં ભારે વરસાદના કારણે પૂરનું સંકટ ઘેરાયુ છે. જેને લઇને 3 સપ્ટેમ્બર સુધી રજાઓ વધારવામાં આવી છે. તો આ તરફ, ઉત્તરાખંડના નૈનીતાલ, અલ્મોડા વગેરે સ્થળોએ પણ શાળા-કોલેજ બંધ રાખવામાં આવી છે. હરિયાણામાં પૂરનું સંકટ ઘેરાયુ છે. રસ્તા પર વાહનોના સ્થાને હોડી જોવા મળી રહી છે. તો બીજી તરફ, જમ્મૂ-કાશ્મીરમાં 10 અને 12માં ધોરણની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. 

  • Follow us on: