જમ્મૂ કાશ્મીરમાં વાદળ ફાટતા પરિસ્થિતિ વધુ તંગ બની છે. ડોડા વિસ્તારમાં ભારે તારાજી સર્જાઇ છે. અહીની નદીઓ બન્ને કાંઠે વહી રહી છે. તવી નદી તેના ખતરાના નિશાન કરતા પણ ઉપર વહેતા સ્થાનિકોને સતર્ક કરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરાયા છે. કુદરતના રૌદ્ર સ્વરૂપને કારણે મોટા ભાગના પરિવાર પ્રભાવિત થયા છે. અહીં રાહત અને બચાવકાર્ય શરુ કરાયુ છે.


ભારે વરસાદ થતાં તારાજી

જમ્મૂ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે. પૂર સંકટના કારણે સ્થાનિકોનું જન જીવન ખોરવાયુ છે. તવી નદી ગાંડીતૂર બનીને વહી રહી છે. નદીઓના વહેણ રસ્તા પર દેખાઇ રહ્યા છે. વાહનોના સ્થાને હોડીઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહીને જોતા વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરવામાં આવી છે. યાત્રા સ્થગિત કરાતા શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જમ્મૂ કાશ્મીરના કટરામાં થઇ રહેલી ભારે વર્ષાના કારણે આ યાત્રા પ્રભાવિત થઇ છે. યાત્રાના માર્ગો બંધ કરવામાં આવ્યા છે. બાણગંગાથી લઇને અદકુંવારીના માર્ગે જવાનું કહેવામાં આવ્યુ છે. પરંતુ આ માર્ગે પણ ભારે વરસાદનું વહેણ જોવા મળી રહ્યુ છે. તંત્રએ તારાકોટ માર્ગને વૈકલ્પિક રસ્તા તરીકે ખોલવામાં આવ્યો છે.

રાહત-બચાવ કાર્ય પુરજોશમાં શરુ

જમ્મૂ-કાશ્મીરના ડોડામાં ઉત્તરાખંડના ઉત્તરકાશી જેવું ભયાનક દ્રશ્ય જોવા મળ્યુ છે. વાદળ ફાટવાના કારણે પાણીનો પ્રવાહ આસપાસના સ્થળોને તબાહ કરી રહ્યુ છે. ડોડા જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ છે. વાદળ ફાટવાના કારણે પર્વતોમાંથી પાણી અને કાટમાળ તણાઇને આવ્યો છે. પાણીના પ્રવાહમાં ઘર, વૃક્ષો, રસ્તાઓ વહી ગયા હતા. અને સ્થાનિકોને મોટું નુકસાન થયુ હતુ. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. ચિનાબ નદી બન્ને કાંઠે વહી રહી છે. તંત્રે સ્થાનિકોને એલર્ટ કર્યા છે. અને રાહત-બચાવ કાર્ય પુરજોશમાં શરુ કર્યુ છે. 

  • Follow us on: