વહીવટીતંત્રે યાત્રાળુઓની સલામતીને પ્રાથમિકતા આપતા આ સાવચેતીભર્યો નિર્ણય લીધો છે. 

વહીવટીતંત્રને હાઇ એલર્ટ પર રાખાયુ 

ભારે વરસાદ અને ભૂસ્ખલનના ભયને કારણે, અમરનાથ યાત્રા આગામી ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. નાશરી નજીક CRPF વાહન કાટમાળમાં ફસાઈ ગયા બાદ હાઇવે પુનઃસ્થાપન કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન, રાજૌરીમાં વાદળ ફાટ્યા બાદ, ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સમગ્ર વહીવટીતંત્રને હાઇ એલર્ટ પર રાખ્યું છે. જેમાં યુદ્ધના ધોરણે રાહત કામગીરી ચાલી રહી છે.

CRPFનું વાહન કાટમાળ નીચે દબાયુ 

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ હવામાનની ખતરનાક અસર પડી છે. નાશરી વિસ્તાર નજીક થયેલા મોટા ભૂસ્ખલનમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનું વાહન કાટમાળ નીચે ફસાઈ ગયું. સદનસીબે, બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી સંભાળી. ફસાયેલા વાહનને સુરક્ષિત રીતે દૂર કરવાનો અને ખોરવાયો મુખ્ય માર્ગ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ યુદ્ધના ધોરણે ચાલુ છે. 

બચાવ કામગીરી શરુ 

દરમિયાન, રાજૌરી જિલ્લામાં વાદળ ફાટવાને પગલે જમ્મુ અને કાશ્મીરમાં વહીવટીતંત્ર હાઇ એલર્ટ પર છે. બારામુલ્લાના ડાક બંગલામાં પત્રકારો સાથે વાત કરતા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સ્પષ્ટતા કરી કે રાજૌરી ઘટના બાદ સરકાર સંપૂર્ણપણે સક્રિય છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે વિવિધ સરકારી વિભાગોની ટીમોને તાત્કાલિક તૈનાત કરવામાં આવી છે, અને યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુયાનાના દરિયામાં મોટી દુર્ઘટના, 116 મુસાફરોને લઇ જતી ફેરી ડૂબી, બચાવ કામગીરી ચાલુ