24 કલાકમાં આઠ લોકોના મોત થયા છે. તો અન્ય લોકો ઘાયલ છે. હવામાન વિભાગે સતર્ક રહેવા અપીલ કરી છે. 

ઝારખંડમાં વરસાદી મુસીબત  

દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝારખંડમાં પ્રવેશ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન વીજળી પડવાથી રાજ્યભરમાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે છથી વધુ લોકો ઘાયલ થયા છે. આ કુદરતી આફતોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. હવામાન વિભાગે રવિવાર અને સોમવાર માટે બોકારો, પૂર્વ સિંહભૂમ અને ગુમલા સહિત સાત જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરાયુ છે. 

વીજળી પડવાથી મૃત્યુ

રાંચીના પિથોરિયામાં વરસાદ દરમિયાન એક વ્યક્તિ ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેના પર વીજળી પડી હતી. તેવી જ રીતે, પિથોરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કટમકુલી વિસ્તારમાં મહિલા પણ ખેતરમાં કામ કરી રહી હતી. તેના પર પણ વીજળી પડી હતી. એક વૃદ્ધ પર વીજળી પડવાથી ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. કેતાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, 65 વર્ષીય વ્યક્તિ ઢોર ચરાવવા ઘરેથી નીકળ્યા હતા. ત્યારે વરસાદ દરમિયાન વીજળી પડી હતી. અને તેનું મોત થયુ હતુ. 

વરસાદ માટે યેલો એલર્ટ જાહેર 

હવામાન વિભાગે રવિવાર અને સોમવાર માટે રાંચી, બોકારો, ધનબાદ, ગુમલા, પૂર્વ સિંહભૂમ, ગોડ્ડા, લોહરદગા, રામગઢ, સરાયકેલા ખારસાવન અને પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં વરસાદ અને વીજળી પડવા માટે પીળો એલર્ટ જારી કર્યુ છે. વિભાગે લોકોને વરસાદ દરમિયાન સાવધ રહેવા અને સલામત વિસ્તારોમાં સ્થળાંતરીત થવા અપીલ કરી છે. 

આ પણ વાંચોઃ પંઢરપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ વાન કુવામાં ખાબકી, 14ના મોત