ભક્તોને લઇ જતી પિકઅપ વાન કુવામાં ખાબકતા 14ના મોત થયા છે.

અકસ્માત બાદ તપાસ શરુ 

મહારાષ્ટ્રના પંઢરપુરમાં માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. ભગવાન વિષ્ણુના પ્રખ્યાત મંદિર માટે પ્રખ્યાત પંઢરપુરમાં ભક્તોને લઈ જતી પિકઅપ વાન કૂવામાં ખાબકી હતી. અચાનક સંતુલન ગુમાવતા આ અકસ્તામ સર્જાયો હતો. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. પંઢરપુર તાલુકાના રાંઝણી ગામના લોકો પિકઅપ વાન ચલાવી રહ્યા હતા. પોલીસ તપાસ શરુ કરી છે. અને બચાવ કાર્ય ચાલુ છે. 

અકસ્માત સ્થળે અંધાધૂંધી

પાછા ફરતી વખતે, તાંદુલવાડી ગામ નજીક ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે પિકઅપ રસ્તાની બાજુમાં આવેલા કૂવામાં પડ્યુ હતુ. અકસ્માતને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ, વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં 14 લોકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે, અને વહીવટીતંત્ર અન્ય લોકોને શોધી રહ્યું છે.

વિસ્તારમાં શોક ફેલાયો

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે. ગામમાં શોક છવાઈ ગયો છે. વહીવટીતંત્ર હાલમાં મૃતકોની ઓળખ અને અકસ્માતના કારણની તપાસ કરી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર તરફથી મળેલી માહિતી અનુસાર, પોસ્ટમોર્ટમ પછી મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવશે. હાલમાં, જિલ્લા વહીવટીતંત્ર કે સરકાર દ્વારા કોઈ વળતરની જાહેરાત કરવામાં આવી નથી. 

આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, તેલ પરથી પ્રતિબંધ હટશે, જાણો ડ્રાફ્ટમાં શું છે ખાસ?

  • Follow us on: