પંજાબના ફિરોઝપુરમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિન્દ્રા પિકઅપ વાહન અને એક મોટા ટ્રેલર વચ્ચે એટલી ભયાનક ટક્કર થઈ કે ઘટનાસ્થળે જ 9 લોકોના મોત થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના કુચડા ઉડી ગયા અને સ્થળ પર ચીસો તથા અફરાતફરી મચી ગઈ.
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત ફિરોઝપુર નજીક થયો હતો, જ્યાં બંને વાહનો તેજ ગતિએ જઈ રહ્યા હતા અને અચાનક સામસામે અથડાઈ ગયા હતા. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોએ તરત જ પોલીસને ઘટનાની જાણ કરી હતી.
પરિવારના એક સભ્યના અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા લોકોની જીપને ટ્રકે ટક્કર મારી
મળતી માહિતી મુજબ, પરિવારના એક સભ્યના અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા લોકોની જીપને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે 9 લોકોના સ્થળ પર જ મોત થયા હતા. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી
અકસ્માત બાદ વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે.
માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર 9 લોકોના મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરી રહી છે. આ ભયાનક અકસ્માત બાદ પીડિત પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ દુઃખ અને શોકની લાગણી જોવા મળી રહી છે.