ચોમાસું રાજસ્થાનના વધુ કેટલાક ભાગો તેમજ હરિયાણા અને પંજાબના વિસ્તારોમાંથી વિદાય લેવાના એંધાણ જોવા મળ્યા છે. 

વરસાદ હવે વિદાય તરફ 

દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં હવે ચોમાસાની વિદાય માટે વાતાવરણ સંપૂર્ણપણે અનુકૂળ બની રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 2થી3 દિવસ દરમિયાન ચોમાસું વધુ આગળ વધીને પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને રાજસ્થાનના બાકીના વિસ્તારોમાંથી વિદાય લઈ શકે છે. આ સાથે જ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસું પાછું ખેંચાવા માટેની પરિસ્થિતિ અત્યંત અનુકૂળ બનેલી છે.

ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિઓ 

આ ઉપરાંત, ઉત્તર ભારતના પહાડી અને મેદાની રાજ્યો જેવા કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાંથી પણ આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ચોમાસાની પીછેહઠ સાથે જ આ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે અને ધીમે ધીમે ગુલાબી ઠંડી તેમજ સૂકા હવામાનની શરૂઆત થશે. હવામાન વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને આગામી દિવસોમાં વિદાય રેખા વધુ દક્ષિણ-પૂર્વ તરફ આગળ વધવાની ધારણા છે.

આગામી 2-3 દિવસમાં વરસાદ ઓછો પડશે 

ભારતીય હવામાન વિભાગે આજે માહિતી શેર કરી હતી જેમાં જણાવાયું છે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાંથી વિદાય લઈ ચૂક્યું છે. આગામી 2-3 દિવસમાં, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાનના કેટલાક વધુ ભાગો, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો તેમજ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી ચોમાસાની વધુ વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે.

આ પણ વાંચોઃ  વરસાદ માટે વાયુસેનાના હેલિકોપ્ટરમાં બૌદ્ધ ભિક્ષુઓએ આકાશમાંથી કર્યો પવિત્ર જળનો છંટકાવ