ઝાડ પડવાની ઘટનામાં એકનું મોત થયુ છે. તો 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. 

વિદ્યાર્થીઓ માટે કાળો કહેર 

મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક સ્કૂલ વાન પર ઝાડ પડ્યું, જેમાં 10 બાળકો ઘાયલ થયા છે. અને એકનું મોત થયુ છે. ઘાયલોને હૉસ્પિટલ ખસેડાયા છે. ચેમ્બુર વિસ્તારમાં રોડ નંબર 11 પર ટ્રાફિક જામ થયો હતો. યુનિવર્સલ હાઈ સ્કૂલની બસ બાળકો બેસી રહ્યા હતા. ત્યારે ભારે પવનથી વાન પર ઝાડ પડ્યુ હતુ. જેના કારણે બસના ઉપરના ભાગને નોંધપાત્ર નુકસાન થયું છે. 

ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાયા 

ફાયર ફાઇટર, પોલીસ, એમ્બ્યુલન્સ અને BMC વોર્ડ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફસાયેલા બાળકને બચાવવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલ બાળકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમાંથી મોટાભાગના બાળકો 8 થી 14 વર્ષની વચ્ચેના હોવાનું જાણવા મળ્યુ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ઘણા જૂના વૃક્ષો ખતરનાક સ્થિતિમાં છે. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. મુંબઈ પોલીસ અને બીએમસીની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે. 

મુંબઇના હાલ બેહાલ 

સ્કૂલ વાન પર પડેલા વૃક્ષને પ્રથમ કાપીને હટાવવામાં આવ્યુ હતુ. બાદમાં તેમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. અને આ તમામ ઘાયલોને વહેલી તકે સારવાર આપવામાં આવી હતી. મુંબઇમાં વરસાદની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આવી ઘટનાઓ ચિંતા પેદા કરી રહી છે. અને તંત્રની નિષ્કાળજી દર્શાવી રહી છે. 

આ પણ વાંચોઃ અંબાલામાં 220 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યો 4 વર્ષનો માસૂમ, રેસ્ક્યુ ઓપરેશન યથાવત્

  • Follow us on: