2006માં મુંબઇ બ્લાસ્ટ મામલે સુપ્રીમ કોર્ટે આરોપીઓને મોટો ઝટકો આપ્યો છે. બોમ્બે હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. બોમ્બે હાઇકોર્ટે હાલમાં જ પોતાના નિર્ણયમાં બ્લાસ્ટના તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને મહારાષ્ટ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.
શું કહેવુ છે સુપ્રીમ કોર્ટનું ?
હાઇકોર્ટના આ નિર્ણય પર હવે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. આ સાથે જ એક મહિનાની અંદર જવાબ દાખલ કરવા આદેશ કર્યો છે. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટના નિર્ણયને પૂર્વવર્તી ગણવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. આ ઉપરાંત, તમામ 12 આરોપીઓને નોટિસ પણ પાઠવી છે અને ચાર અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારની અપીલ પર, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એનકે સિંહની બેન્ચે આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેં ફાઇલ વાંચી છે. કેટલાક આરોપીઓ પાકિસ્તાની નાગરિક પણ છે.
તો શું ફરીથી જેલમાં જશે 12?
મહારાષ્ટ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ મહેતાએકહ્યું કે રાજ્ય નિર્દોષ જાહેર કરાયેલા લોકોને ફરી જેલમાં મોકલવાની માગ નથી કરી રહ્યુ પરંતુ તેમણે ચિંતા વ્યક્ત કરી કેટલાક આ કાનૂની તારણો MCOCA ના પેન્ડિંગ કેસોને અસર કરી શકે છે. SG એ એમ પણ કહ્યું કે કેટલાક આરોપીઓ પાકિસ્તાની નાગરિક છે. જસ્ટિસ MM સુંદરેશે SG ની દલીલ નોંધી. તેમણે કહ્યું કે આ કેસની ગંભીરતા અને તેના સરહદ પારના પરિમાણો દર્શાવે છે. તેનો અર્થ એ છે કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી સ્પષ્ટ છે કે જે લોકો જેલમાંથી બહાર આવ્યા છે તેમને ફરીથી જેલમાં નહીં નાખવામાં આવે.
શું હતો સમગ્ર મામલો ?
પ્રથમ બોમ્બ વિસ્ફોટ સાંજે 6.20 કલાકે થયો હતો. જેના થોડા સમય બાદ ચર્ચગેટથી બોરીવલી જનાર લોકલ ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એ સમયે થયો જ્યારે ટ્રેન ખાર અને સાંતાક્રૂઝ સ્ટેશન વચ્ચે હતી. આ સમયે જ બાંદ્રા અને ખાર રોડ વચ્ચે એક લોકલમાં વધુ એક બ્લાસ્ટ થયો હતો. જે બાદ જોગેશ્વરી, માહિમ જંક્શન, મીરા રોડ-ભાયંદર, માટુંગા-માહિમ જંક્શન અને બોરીવલીમાં પાંચ જેટલા વધુ બોમ્બ બ્લાસ્ટ થયા હતા.
જાણો સમગ્ર ટાઇમલાઇન
11 જુલાઇ 2006- સાંજે 6.20થી લઇને 6.35 વચ્ચે 7 બ્લાસ્ટ થયા
14 જુલાઇ 2006- લશ્કર-એ-તૈયબાએ લોકલ બ્લાસ્ટ મામલે જવાબદારી લીધી
17 જુલાઇ 2006- FSLની રિપોર્ટ આવી, બ્લાસ્ટમાં આરડીએક્સ, અમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરાયો. એટીએસે જણાવ્યુ હતુ કે, બોમ્બ ચેમ્બુરમાં બનાવાયા હતા.
18 જુલાઇ 2006- મૃતકોને સાયરન વગાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
21 જુલાઇ 2006- પોલીસે 3 લોકોની ધરપકડ કરી
નવેમ્બર 2006- એટીએસે મકોકા હેઠળ 13 લોકોને આરોપી બનાવ્યા
જૂન 2007- આરોપીઓએ મકાકોને પડકાર આપી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા
સપ્ટેમ્બર 2008- મુંબઇ ક્રાઇમ બ્રાંચે આઇએમના 5 આતંકીઓની ધરપકડ કરી
ફેબ્રુઆરી 2009- આઇએમના નેતા સાદિક શેખે બોમ્બ બ્લાસ્ટની વાત કબૂલી
ફેબ્રુઆરી 2010- આરોપીઓનો બચાવ કરનાર શાહિદ આઝમીની તેમના ઓફિસમાં ગોળી મારી હત્યા કરી
ઓગષ્ટ 2013- આઇએમના સહ-સંસ્થાપક યાસીન ભટકલે દાવો કર્યો હતો કે, આ લોકલ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ 2002ના રમખાણો સામેનો જવાબ હતો.
ઓગષ્ટ 2014- કોર્ટે 7/11 કેસ ખત્મ કર્યો પણ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો
સપ્ટેમ્બર 2015- નીચલી કોર્ટે 13માંથી 12 લોકોને દોષિત જાહેર કર્યા. અને એકને નિર્દોષ જાહેર કર્યો હતો.













