આગની ઘટના બાદ, ICUમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
ICU બેડ અને સાધનો બળીને ખાખ
ICU બેડ, સાધનો અને અન્ય વસ્તુઓ આગમાં બળીને રાખ થયા હતા. જો 95 વર્ષીય મહિલાને સમયસર જાણ ન કરવામાં આવી હોત તો હોસ્પિટલના આઈસીયુમાં લાગેલી આગના કારણે ઘણા વધુ દર્દીઓના મોત થઈ શક્યા હોત. આ 95 વર્ષીય મહિલાને એ જ આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં આગ લાગી હતી. આઈસીયુમાં ધુમાડો ફેલાતા જ દાદીએ પોતાનો ઓક્સિજન માસ્ક કાઢ્યો અને તરત જ તેઓ બહાર નિકળ્યા હતા. ત્યારબાદ તેણે નર્સને આઈસીયુમાં લાગેલી આગ વિશે જાણ કરી હતી.
દાદીના કારણે બચ્યા અનેક જીવ
આ 95 વર્ષીય મહિલા મુઝફ્ફરપુરના છાપરા મેઘની રહેવાસી છે. તેનું નામ રાધા દેવી છે. તેના પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તેણીને હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રાધાએ સ્થાનિક ભોજપુરી બોલીમાં સમજાવ્યું કે આગ લાગી ત્યારે અંધારું થઈ ગયું હતું. હું તમને કેવી રીતે કહી શકું કે આગ કેવી રીતે લાગી? ધુમાડો ફેલાતો જોઈને, અમે બહાર ગયા અને નર્સને જાણ કરી, જે પછી તે જોવા માટે અંદર ગઈ હતી.
આગ પર મેળવાયો કાબૂ
ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે જો રાધા દેવીએ સમયસર નર્સને જાણ ન કરી હોત તો જાનહાનિનો આંકડો વધી શક્યો હોત. રાધા દેવીની સાથે આવેલા પરિવારના સભ્યોએ સવારે 3:30 વાગ્યાની આસપાસ આગની જાણ કરી. તેમણે લોકોને ધુમાડો ફેલાતો હોવાની માહિતી આપી. ત્યારબાદ, 3:55 વાગ્યે ફાયર વિભાગને જાણ કરવામાં આવી. મુઝફ્ફરપુરના સબ-ડિવિઝનલ ફાયર ઓફિસર રામનિવાસ પાંડેએ જણાવ્યું કે તેમને 3:55 વાગ્યે આગ લાગવાની માહિતી મળી. ત્યારબાદ, તેઓ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ વધુ પડતી કસરતથી છીનવાઈ શકે છે માતા-પિતા બનવાનું સુખ













