મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ડરનો માહોલ જોવા મળ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ, શુક્રવારે સવારે ૫:૩૨ વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર3.4 માપવામાં આવી હતી. સદનસીબે, આ હળવા આંચકાને કારણે કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
એક બાદ એક બે આચંકા અનુભવાયા
નાસિક ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપ આવ્યો છે. અગાઉ સોમવારે રાત્રે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં લગભગ એક કલાકના અંતરાલમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. આશ્ચર્યજનક રીતે, પાલઘરમાં આવેલા બંને આંચકાની તીવ્રતા પણ 3.4 જ નોંધાઈ હતી. પાલઘરમાં પહેલો આંચકો રાત્રે 10.4 વાગ્યે અને બીજો આંચકો તેનાથી 56 મિનિટ બાદ એટલે કે રાત્રે 11 વાગ્યે અનુભવાયો હતો.
લેહ લદ્દાખમાં પણ આવ્યા ભૂકંપના જોરદાર આચંકા
માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ ધરતી ધ્રૂજવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગુરુવારે વહેલી સવારે લદ્દાખના લેહ વિસ્તારમાં પણ જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લેહમાં સવારે 6.05 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી, જે મહારાષ્ટ્રના આંચકાઓ કરતા વધુ શક્તિશાળી હતી.
આ રીતે ભૂકંપનું રિક્ટર સ્કેલ ઓળખાય છે
ભૂકંપની તીવ્રતા અને તેના જોખમને સમજવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક ધોરણો મુજબ, 7.0 કે તેથી વધુની તીવ્રતા ધરાવતા ભૂકંપ અત્યંત ખતરનાક ગણાય છે. જ્યારે 2.0 કે તેથી ઓછી તીવ્રતાના ભૂકંપને માઇક્રો અર્થક્વેક કહેવામાં આવે છે, જેને સામાન્ય રીતે લોકો અનુભવી શકતા નથી. બીજી તરફ, 4.5 કે તેથી વધુ તીવ્રતાના આંચકાઓ ઇમારતો અને કાચા-પાેક્કા મકાનોને નુકસાન પહોંચાડવા માટે સક્ષમ હોય છે.
આ પણ વાંચોઃ Indian Exports: દુનિયામાં ભારતીય નિકાસનો ડંકો,એક્સપોર્ટમાં આવ્યો જોરદાર ઉછાળો