પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે આજે દેશમાં 160 એરપોર્ટ છે. સૌથી વાઇબ્રન્ટ શહેરોમાંથી એક મુંબઇ છે.પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત સૌથી યુવા દેશ છે. તેમણે મુંબઇ હુમલાને લઇને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે મુંબઇમાં જ્યારે હુમલો થયો ત્યારે કોંગ્રેસે ઘૂંટણિયા ટેકવી દીધા.પાકિસ્તાન પર કોઇ વળતો જવાબ કે વળતો હુમલો ન કર્યો.
પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે અત્યારનું ભારત ઘરમાં ઘુસીને હુમલો કરે છે. ઓપરેશન સિંદૂરથી દુનિયાએ દેશની સેનાનું પરાક્રમ જોયુ. તે વખતે વિદેશી દબાણમાં આવીને કોઇ કાર્યવાહી કરી ન હતી. પરંતુ આજનું ભારત તો ધારદાર જવાબ આપે છે.













