આ સાહસિક ઓપરેશન દરમિયાન ગઢચિરોલી પોલીસની C-60 યુનિટના જવાન દીપક ચિન્ન મદાની (38) ગંભીર રીતે ઘાયલ થયા બાદ શહીદ થયા હતા. ભામરાગઢ તાલુકાના ફોડેવાડા વિસ્તારમાં 3 ફેબ્રુઆરીથી ચાલી રહેલા આ અભિયાનમાં શુક્રવાર સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી, જ્યારે ઘટનાસ્થળેથી એક મહિલા અને એક પુરુષ નક્સલીના મૃતદેહો મળી આવ્યા. તે પહેલાં ગુરુવારે પણ એક નક્સલી માર્યો ગયો હતો.
પોલીસે સ્થળ પરથી ભારે માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે
પોલીસે સ્થળ પરથી ભારે માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે, જેમાં એક AK-47 અને એક SLR રાઇફલનો સમાવેશ થાય છે. માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.
એક અન્ય જવાન જોગા મદાવિ પણ ગોળી વાગવાથી ઘાયલ થયા છે
આ અથડામણમાં એક અન્ય જવાન જોગા મદાવિ પણ ગોળી વાગવાથી ઘાયલ થયા છે. તેમને વધુ સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા ગઢચિરૌલી ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.
નક્સલીઓ સામે ચાલી રહેલા વિશાળ અભિયાનનો ભાગ
અબૂઝમાડ વિસ્તાર તેની દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિ માટે જાણીતો છે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કર્યું છે, જેથી છુપાયેલા અન્ય નક્સલીઓનો પતો લગાવી શકાય.
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આવેલ આ સીમાવર્તી વિસ્તારમાં સુરક્ષા દળો લાંબા સમયથી નક્સલ વિરોધી અભિયાનોને ગતિ આપી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી નક્સલીઓ સામે ચાલી રહેલા વિશાળ અભિયાનનો ભાગ છે અને આવનારા સમયમાં પણ આ પ્રકારના ઓપરેશનો સતત ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો: Civil Aviation Report : 754 વિમાનોમાંથી 50%માં ખામી, યાદીમાં ટોપ પર એર ઈન્ડિયા અને ઈન્ડિગો