દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 ને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 7 ઓગસ્ટ, 2026 ના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત NEET-UG પરીક્ષાના છ ઉમેદવારો દ્વારા OMR ઉત્તરવહીઓમાં વિસંગતતાનો દાવો કરતી અરજીને ફગાવી દીધી છે. આ કેસમાં વિદ્યાર્થીઓએ NTA ની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ કોર્ટે તમામ દલીલોને ધ્યાનમાં રાખીને અરજદારોની અરજી રદ કરી દીધી છે.
6 વિદ્યાર્થીઓએ ન્યાયની અપેક્ષાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા
આ કેસના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો, અરજી કરનાર 6 વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે પરીક્ષાખંડમાં તેમણે OMR શીટમાં જે જવાબો ભર્યા હતા, તે NTA દ્વારા પાછળથી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી OMR શીટની સ્કેન કરેલી નકલોમાં બતાવેલા જવાબો કરતાં અલગ છે. આ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 600 થી 650 થી વધુ ગુણ મેળવ્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ રેકોર્ડ કરાયેલા જવાબોમાં અચોકસાઈ અને વિસંગતતા હોવાને કારણે તેમની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવાની સંભાવનાઓ પર ગંભીર અસર પડી રહી હતી. આથી તેમણે ન્યાયની અપેક્ષાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
https://twitter.com/barandbench/status/2085603607291003378
