ભારતીય વાયુસેનાના કાર નિકોબાર એરબેઝને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. અંદમાન અને નિકોબાર કમાન્ડ હેઠળ આવનારા આ મહત્વપૂર્ણ બેઝનો રનવે નવો બનાવવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયના સુત્રો મુજબ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ 2 જાન્યુઆરી 2026એ આ અપગ્રેડેડ રનવેનું ઉદ્ઘાટન કરશે.


શું છે રનવેની ખાસિયત?

આ બેઝ અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં સ્થિત છે. રણનીતિક રીતે આ ખુબ જ મહત્વનું બેઝ છે. અહીંથી મલક્કા ઝલડમરૂમધ્ય પર નજર રાખવામાં આવી શકે છે, જે દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે. કાર નિકોબાર એરફોર્સ સ્ટેશનનો રન વે લગભગ 2717 મીટર લાંબો અને 43 મીટર પહોળો છે. જે કોંક્રીટથી બનેલો છે.

જો જરૂર પડશે તો બીજો રનવે પણ બની શકે છે

ત્રણેય સેનાઓ (વાયુસેના, નૌકાદળ અને આર્મી) માટે મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ અને ઓપરેશનલ હબનું કામ કરશે. હવેથી વધારે વિમાન એક સાથે ઉભા રહી શકે છે અને ઓપરેશન ઝડપથી થઈ શકશે. ત્યારે જો જરૂર પડશે તો બીજો રનવે પણ બની શકે છે. નવા ડિટેચમેન્ટની સાથે 37 વિંગ બેઝ હવે વધુ મજબૂત થઈ ગયું છે. અહીં Su-30 MKI ફાઈટર વિમાન મુખ્ય ભૂમિકા નિભાવશે. ત્યારબાદ મિરાજ વિમાન પણ આવશે. આ વિમાન લાંબા અંતરનું ફાયરિંગ અને સ્ટ્રાઈક અભ્યાસ કરશે. જેનાથી પૂર્વ વિસ્તારમાં તૈયારીઓ વધશે.

હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થશે

આ અપગ્રેડ અંદમાન-નિકોબાર વિસ્તારમાં ભારતીય સેનાઓની મિસાઈલ પરીક્ષણની ક્ષમતાને પણ વધારશે. તેનાથી ભારતની રક્ષા સ્થિતિ વધુ મજબૂત થશે. આ અપગ્રેડ ભારતની ચાલી રહેલી આધુનિકીકરણ યોજનાઓનો ભાગ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે તેનાથી હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થશે.

 આ પણ વાંચો: Raihan Vadra Engagement: અવીવા બેગ કઇ ભાષાનો શબ્દ છે? જાણો કેટલું પ્રચલિત છે આ નામ


  • Follow us on: