નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ હાઈવે નિર્માણમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બેંગલુરુ-કડપા-વિજયવાડા ઈકોનોમિક કોરિડોરના પેકેજ 2 અને પેકેજ 3માં સતત બિટ્યુમિનસ કોંક્રિટ પેવિંગ પાથરીને NHAIએ 4 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ NHAI ટીમ અને કન્સેશનર કંપની રાજપથ ઈન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.
શું કહ્યું નીતિન ગડકરીએ ?
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ સફળતા આધુનિક ટેકનોલોજી અને કડક ગુણવત્તા ધોરણોને કારણે શક્ય બની છે. તેમણે સમજાવ્યું કે આ રેકોર્ડ ભારતની વધતી જતી એન્જિનિયરિંગ ક્ષમતાઓ અને સમયસર અને કાર્યક્ષમ રીતે કામગીરી પૂર્ણ કરવાની તેની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વ કક્ષાના હાઈવે બનાવી રહ્યો છે અને માળખાગત ક્ષેત્રમાં સતત નવા ધોરણો સ્થાપિત કરી રહ્યો છે.













