NEET પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં ચાર મોટા અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી છે. તેમાં બે સંયુક્ત સચિવ અને બે સંયુક્ત નિર્દેશકનો સમાવેશ થાય છે. આ નિમણૂકોને કાર્મિક અને તાલીમ વિભાગ (DOPT) દ્વારા કેબિનેટની નિમણૂક સમિતિની મંજૂરી બાદ અમલમાં મૂકવામાં આવી છે.
https://twitter.com/ANI/status/2055654382646235171
5 વર્ષ માટે નિમણૂક કરવામાં આવી
NTA દેશની મોટી પ્રવેશ પરીક્ષાઓ જેવી કે NEET અને JEEનું આયોજન કરતી સરકારી સંસ્થા છે, જે ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ કાર્ય કરે છે. સંયુક્ત સચિવ તરીકે અનુજા બાપટ અને રુચિતા વિજની નિમણૂક કરવામાં આવી છે. અનુજા બાપટ 1998 બેચની ભારતીય આંકડાશાસ્ત્ર સેવા (ISS)ની અધિકારી છે, જ્યારે રૂચિતા વિજ 2004 બેચની IRS (C&IT) અધિકારી છે. બંનેને પાંચ વર્ષ માટે નિમણૂંક આપવામાં આવી છે.
કોને લીધો આ નિર્ણય?
સંયુક્ત નિર્દેશક તરીકે આકાશ જૈન અને આદિત્ય રાજેન્દ્ર ભોજગઢિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે. આકાશ જૈન IRS (IT)ના 2013 બેચના અધિકારી છે અને તેમનો કાર્યકાળ 4 ડિસેમ્બર 2029 સુધી રહેશે. આદિત્ય ભોજગઢિયા IA&ASના 2013 બેચના અધિકારી છે અને તેમનો કાર્યકાળ 16 મે 2028 સુધી રહેશે. આ નિર્ણય અપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ ધ કેબિનેટ (ACC) દ્વારા લેવામાં આવ્યો છે. નિમણૂકનો આદેશ DOPT દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને તેની નકલ ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિત અન્ય મહત્વપૂર્ણ વિભાગોને મોકલવામાં આવી છે.
આ પણ વાંચો : Business News : સોના બાદ હવે ચાંદી પર સરકારનો મોટો નિર્ણય, ઈમ્પોર્ટ પર લગાવ્યા આ પ્રતિબંધ