નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું અધિકૃત પરીક્ષા કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ આગામી દિવસોમાં લેવાનારી વિવિધ રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થીઓ પોતાની તૈયારીઓ યોગ્ય રીતે કરી શકશે.
JEE Main 2027નું આયોજન જાન્યુઆરીમાં
જાહેરાત કરવામાં આવેલા શિડ્યુલ અનુસાર, એન્જિનિયરિંગ પ્રવેશ માટેની અત્યંત મહત્વપૂર્ણ પરીક્ષા JEE Main 2027 (સત્ર-૧) નું આયોજન જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે. આ પરીક્ષા ૨૨ થી ૨૪ જાન્યુઆરી અને ૨૮ થી ૩૦ જાન્યુઆરી દરમિયાન લેવાશે. જ્યારે મેનેજમેન્ટ અભ્યાસક્રમો માટેની CMAT 2027 પરીક્ષા ૭ ફેબ્રુઆરીએ યોજાવાનું નક્કી કરાયું છે.
