દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા હાલમાં બીમાર હોવાના કારણે ચર્ચામાં છે. જો કે, સોશિયલ મીડિયા પર તેમના ખરાબ સ્વાસ્થ્યને તાજેતરની બ્રિક્સ સમિટ સાથે જોડવામાં આવી રહ્યું હતું, જેને વિદેશ મંત્રાલયે સદંતર ખોટા અને ભ્રામક ગણાવીને ફગાવી દીધા છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય બગડવાને કારણે રાષ્ટ્રપતિ હાલમાં કેટલાક જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી શકશે નહીં.

વિદેશની પરત ફર્યા બાદ પડ્યા બિમાર

હાલમાં જ રાષ્ટ્રપતિ રામાફોસા વિદેશ પ્રવાસ અને ભારત મુલાકાતથી પરત ફર્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે એવો દાવો કર્યો હતો કે બ્રિક્સ સમિટથી પાછા ફર્યા બાદ તેમનું સ્વાસ્થ્ય બગડ્યું છે. પરંતુ વિદેશ મંત્રાલયે આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના ફેક્ટચેક વિભાગે સોશિયલ મીડિયા પર ફેલાતી આવી દૂષિત પોસ્ટ્સ અને અફવાઓ સામે સાવચેત રહેવાની સલાહ આપી છે.
https://twitter.com/MEAFactCheck/status/2100426387316519056

રામાફોસાના મંત્રીઓએ આપી સલાહ

73 વર્ષીય રાષ્ટ્રપતિ રામાફોસાની તબીબી ટીમે તેમને પૂરતો આરામ કરવાની અને સ્વસ્થ થવાની સલાહ આપી છે. રાષ્ટ્રપતિએ પણ સંબંધિત મંત્રીઓને તેમના બદલે નિર્ધારિત જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવા માટે સૂચના આપી છે. તબિયતમાં સુધારો થયા બાદ તેઓ આગામી થોડા દિવસોમાં ફરીથી પોતાની નિયમિત જવાબદારીઓ સંભાળશે.
https://twitter.com/GovernmentZA/status/2100261429555441982


શું શી જિનપિંગની તબિયત બગડી?

ચાઇના ડેમોક્રેટિક પાર્ટીના વડા વાંજુન શાઈએ દાવો કર્યો છે કે બ્રિક્સ સમિટ દરમિયાન શી જિનપિંગ બેભાન થઈ ગયા હતા. તેમણે દાવો કર્યો હતો કે સાથેની તબીબી ટીમની સહાય મેળવ્યા પછી, તેમણે ભારતની તેમની મુલાકાત અકાળે સમાપ્ત કરી અને ખાસ વિમાન દ્વારા ચીન પાછા ફર્યા.

તેમણે કહ્યું, "શી જિનપિંગને તાત્કાલિક સારવાર માટે લશ્કરી હેલિકોપ્ટર દ્વારા બેઇજિંગની 301 હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા." તેમણે દાવો કર્યો હતો કે હોસ્પિટલે નક્કી કર્યું હતું કે શીને ગંભીર ઇસ્કેમિક સ્ટ્રોક થયો છે. વધુમાં, તેમણે કહ્યું હતું કે શીને "ડર હતો કે ભારતીય પક્ષ તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી એકત્રિત કરશે," જેના કારણે તેમણે ભારતીય હોસ્પિટલમાં સારવાર લેવાનો ઇનકાર કર્યો હતો.

બ્રિક્સ બાદ બિમાર પડ્યાના આવ્યા અહેવાલ

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામાફોસા તાજેતરમાં જ ૧૮મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ૧૧ સપ્ટેમ્બરના રોજ ભારત આવ્યા હતા. ભારતમાં તેમણે ત્રણ દિવસ વિતાવ્યા હતા અને ૧૩ સપ્ટેમ્બરે પરત ફર્યા હતા. નવી દિલ્હી પહોંચવા પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી, જેમાં બંને નેતાઓ વચ્ચે વેપાર, સંરક્ષણ અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રો પર સાર્થક ચર્ચા થઈ હતી.

આ પણ વાંચોઃ Tariff: 100% ટેરિફ બિલ સામે ભારત ઝૂકશે નહીં, ટ્રમ્પને ભારતનું અલ્ટીમેટમ