22 ઓગસ્ટ 2026ના રોજ MV Ocean Winner નામના વેપારી જહાજ સાથે સંપર્ક તૂટ્યા બાદ દરિયામાં મોટા પાયે સર્ચ એન્ડ રેસ્ક્યૂ (SAR) ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જહાજમાં કુલ 24 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં 20 ચીનના, 3 મ્યાનમારના અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે.
https://twitter.com/ANI/status/2091211345501000095
જહાજ 310 નોટિકલ માઈલ દૂર
મળતી માહિતી મુજબ, 22 ઓગસ્ટે સવારે 11:48 વાગ્યે મરીન રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC), શ્રી વિજય પુરમને જહાજ સાથે સંપર્ક તૂટ્યાની માહિતી મળી હતી. Victory Star Group Co. Ltd. તરફથી જહાજની શોધ અને બચાવ માટે મદદની વિનંતી કરવામાં આવી હતી. MV Ocean Winnerની છેલ્લી જાણીતી સ્થિતિ 317 East Island Lightથી આશરે 310 નોટિકલ માઈલ દૂર હોવાનું જણાવાયું છે.
તાત્કાલિક સર્ચ એન્ડ રેસ્ક્યૂ નેટવર્ક સક્રિય કર્યું
માહિતી મળ્યા બાદ MRCC (SVP)એ તાત્કાલિક સર્ચ એન્ડ રેસ્ક્યૂ નેટવર્કને સક્રિય કર્યું હતું. MT AISOPOSને જહાજ અને સંભવિત લાઈફરાફ્ટની શોધ કરવા માટે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન MT AISOPOSએ રાત્રે આશરે 8 વાગ્યે બે અલગ-અલગ લાઈફરાફ્ટમાંથી બે બચી ગયેલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યા હતા. બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડે ICGS Varad અને ICGS Anmolને SAR ઓપરેશનમાં તૈનાત કર્યા છે. ઉપરાંત, ઓપરેશનમાં વધુ સહાય માટે ICGS Vijitને પણ શ્રી વિજય પુરમથી રવાના કરવામાં આવ્યું છે.
હાલમાં અન્ય ક્રૂ સભ્યોની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સંબંધિત એજન્સીઓ દ્વારા દરિયામાં સંભવિત લાઈફરાફ્ટ તથા જહાજના અવશેષોની શોધ કરવામાં આવી રહી છે. અધિકારીઓ સમગ્ર ઓપરેશન પર સતત નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો : India News : અલ-નીનોનો મહાપ્રકોપ? 2026-27માં તૂટશે ગરમીના તમામ રેકોર્ડ, ભારતના ચોમાસા પર પણ ખતરો