જો તમે ઓફિસ, સાયબર કેફે, હોટેલ કે અન્ય કોઈ પબ્લિક કોમ્પ્યુટર પર WhatsApp Webનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જવાની જરૂર છે.ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સીએ WhatsApp Webના ઉપયોગને લઈને મહત્ત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે.જો કોઈ પબ્લિક અથવા શેર કરેલા કોમ્પ્યુટર પર WhatsApp Webનું લોગિન સેશન ખુલ્લું રહી જાય તો સાયબર ગુનેગારો તેનો દુરુપયોગ કરી શકે છે.આના કારણે તમારી ખાનગી ચેટ વાંચવાથી લઈને તમારા નામે છેતરપિંડી અને ફિશિંગ સુધીના જોખમો ઊભા થઈ શકે છે.ભારત સરકાર સાથે સંકળાયેલી એજન્સી I4Cની નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિસિસ યુનિટે જણાવ્યું છે કે કોમ્પ્યુટરમાં એક્ટિવ રહેલા WhatsApp Web સેશનનો ખોટી રીતે ઉપયોગ થઈ શકે છે.
માત્ર બ્રાઉઝર બંધ કરવું પૂરતું નથી
જો કોઈ વ્યક્તિને આવા કોમ્પ્યુટરનો ફરીથી ઉપયોગ કરવાની તક મળે તો તે તમારા મેસેજ, કોન્ટેક્ટ્સ અને ગ્રૂપની વાતચીત જોઈ શકે છે.કેટલીક પરિસ્થિતિઓમાં તમારા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરીને તમારા નામે મેસેજ પણ મોકલી શકે છે.સૌથી મહત્ત્વની વાત એ છે કે WhatsApp Webનો ઉપયોગ કર્યા પછી માત્ર બ્રાઉઝરની વિન્ડો કે ટેબ બંધ કરી દેવાથી લોગઆઉટ થતું નથી. જો લોગિન સેશન એક્ટિવ રહી જાય, તો પછી એ જ કોમ્પ્યુટરનો ઉપયોગ કરનાર અન્ય વ્યક્તિ તમારા WhatsApp એકાઉન્ટને એક્સેસ કરી શકે છે.આથી દરેક વખતે WhatsApp Webનો ઉપયોગ કર્યા પછી મેન્યુઅલી લોગઆઉટ કરવું જરૂરી છે.સાયબર કેફે, પબ્લિક કોમ્પ્યુટર, હોટેલના બિઝનેસ સેન્ટર, પબ્લિક કિયોસ્ક અને અન્ય વ્યક્તિના કોમ્પ્યુટર જેવા અજાણ્યા ડિવાઇસ પર WhatsApp Webમાં લોગિન કરવાનું ટાળવાની સલાહ આપી છે.જો તમારા એકાઉન્ટમાંથી અચાનક એવો મેસેજ મોકલવામાં આવે જે તમે મોકલ્યો જ નથી અથવા મિત્રો તરફથી તમારા એકાઉન્ટ અંગે વિચિત્ર જવાબ મળેતો તેને ગંભીરતાથી લેવું જોઈએ.
