જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર સ્ટ્રાઈક કરીને આતંકીઓનો સફાયો કર્યો હતો. આ સ્ટ્રાઈકમાં અનેક આતંકી છાવણીઓનો નાશ થયો હતો. આ ઓપરેશન સિંદૂર અંતર્ગત લોકસભાના ચોમાસુ સત્રમાં રક્ષામંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યું હતું. તેમણે ઓપરેશન સિંદૂરની ચર્ચા પહેલા સેનાના શૌર્યના વખાણ કર્યા હતાં.
આતંકીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી
રાજનાથસિંહે કહ્યું હતું કે, ભારતીય સેનાએ 6 અને સાતમી મેના રોજ રાત્રે ઓપરેશન સિંદૂર નામનું ઐતિહાસિક ઓપરેશન શરૂ કર્યું હતું. પહલગામ હુમલામાં આતંકીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી હતી. આ હુમલો ધૃણાસ્પદ કૃત્યનું સૌથી મોટુ ઉદાહરણ છે. આ હુમલા બાદ વડાપ્રધાન મોદીએ ભારતીય સેનાના ત્રણેય પ્રમુખો સાથે બેઠક કરી હતી અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે છૂટ આપી હતી.
Also Read
PM Modi in Tamilnadu : દુનિયાએ 'ઓપરેશન સિંદૂર'ના સમયે 'મેક ઈન ઈન્ડિયા' હથિયારોની તાકાત જોઈ: વડાપ્રધાન મોદી
Operation Sindoor: સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા સરકાર તૈયાર, દોઢ કલાક ચાલી બેઠક
Pakistan: 'ઓપરેશન સિંદૂર' બાદ ભારત પર પરમાણુ હુમલાની તૈયારી...', શાહબાઝ શરીફના નિવેદનથી થયો ચોંકાવનારો ખુલાસો
પાકિસ્તાનના નિશાના પર આપણી સૈન્ય છાવણીઓ હતી.
રક્ષામંત્રીએ કહ્યું હતું કે, આ હુમલાઓ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ દ્વારા નહોતા થયા. પાકિસ્તાન દ્વારા ભારતીય સૈન્યની છાવણીઓ પર હુમલા શરૂ કરાયા હતાં. આ હુમલાઓને અમે સફળ થવા નથી દીધા. અમારી તમામ કાર્યવાહી સેલ્ફ ડિફેન્સ તરફી હતી. સાતમી મેથી 10મી મેની મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ મિસાઈલ અને ડ્રોન દ્વારા પાકિસ્તાને હુમલા શરૂ કર્યા હતાં. પાકિસ્તાનના નિશાના પર આપણી સૈન્ય છાવણીઓ હતી.
સેનાએ દુશ્મનના દરેક મનસુબા પર પાણી ફેરવી નાંખ્યું
રક્ષામંત્રીએ કહ્યું હતું કે, આપણી ડિફેન્સ સિસ્ટમ અને અન્ય હથિયારો દ્વારા પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ કરાયા હતાં. પાકિસ્તાન કોઈ પણ ટાર્ગેટને હીટ કરી શક્યું નહોતુ. ભારતીય સેનાએ દુશ્મનના દરેક મનસુબા પર પાણી ફેરવી નાંખ્યું હતું. પાકિસ્તાનના દરેક હુમલા સામે ભારતની કાર્યવાહી સાહસિક હતી. આ મિશનને સફળ કરવામાં આપણી સેનાએ સફળતા મેળવી હતી.
આ ઓપરેશનનો હેતુ યુદ્ધ શરૂ કરવાનો નહોતો
રક્ષામંત્રીએ વધુમા ઉમેર્યું હતું કે, ભારતે જવાબી કાર્યવાહી રોકવાનું મોટુ કારણ એ હતું કે, સેનાએ જે પણ ટાર્ગેટ નક્કી કર્યા હતાં તેમાં સફળતા મેળવી લીધી હતી. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે કોઈના દબાવમાં આવીને કાર્યવાહી રોકી તે બાબત ખોટી છે. ઓપરેશન સિંદૂરનો હેતુ પાકિસ્તાનમાં વર્ષોથી ચાલી રહેતી આતંકી છાવણીઓને નષ્ટ કરવાનો હતો. આ ઓપરેશનનો હેતુ યુદ્ધ શરૂ કરવાનો નહોતો. 10મી મેના રોજ જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની એર ફિલ્ડ પર પ્રહાર કર્યો ત્યારે જ પાકિસ્તાને હાર માની લીધી હતી.
ઓપરેશન ફરીવાર શરૂ કરવામાં આવશે
રક્ષામંત્રીએ વધુમા ઉમેર્યું હતું કે, પાકિસ્તાને ભારતના ડીજીએમઓ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, હવે હુમલાઓ બંધ કરો. અમે આ આધારે ઓપરેશનને માત્ર પોઝ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન તરફથી કંઈ પણ થયું તો આ ઓપરેશન ફરીવાર શરૂ કરવામાં આવશે. પાકિસ્તાનનો પરાજય એક સામાન્ય નિષ્ફળતા નથી. આ તેના સૈન્ય અને મનોબળ બંનેનો પરાજય હતો. પાકિસ્તાનના ડીજીએમઓ દ્વારા ભારતના ડીજીએમઓ સાથે સંપર્ક કરાયો હતો અને કાર્યવાહી રોકવાની અપીલ કરાઈ હતી. બંને પક્ષોમાં સંવાદ થયો અને અમે ઓપરેશન સિંદૂર રોકવાનો નિર્ણય લીધો હતો.
ચર્ચા પરિણામની હોવી જોઈએ
રક્ષામંત્રીએ કહ્યું હતું કે, વિપક્ષના સભ્યો સતત સવાલ કરે છે કે આપણાં કેટલા વિમાનો તૂટ્યાં? તેમનો આ સવાલ જનભાવનાઓનું સાચુ પ્રતિનિધિત્વ નથી. તેમણે અમને એવું ક્યારેય નથી પૂછ્યું કે, આપણી સેનાએ દુશ્મનના કેટલા વિમાન તોડી પાડ્યા. વિપક્ષે સવાલ જ કરવો હોય તો એવો સવાલ કરે કે ઓપરેશન સિંદૂર સફળ રહ્યું? લક્ષ્ય જ્યારે મોટુ હોય ત્યારે નાના મુદ્દાઓ પર ધ્યાન ના જવુ જોઈએ. તેનાથી દેશની સુરક્ષા, સૈનિકો અને સમ્માન, ઉત્સાહથી ધ્યાન હટે છે. રક્ષામંત્રીએ કહ્યું હતું કે, પરિક્ષાના પરિણામમાં રિઝલ્ટ મોટી બાબત છે. આપણે બાળકના માર્ક્સનું ધ્યાન રાખવું જોઈએ. પરીક્ષામાં પેન અને પેન્સિલ તો તૂટે પણ ચર્ચા પરિણામની હોવી જોઈએ. ભારત પાકિસ્તાન સહિત દરેક પાડોશી દેશ સાથે મિત્રતા અને સૌહાર્દપૂર્ણ સંબંધ ઈચ્છે છે.
ગોળીયોના અવાજમાં સંવાદનો અવાજ દબાઈ જાય છે
રક્ષામંત્રીએ કહ્યું હતું કે, ભારત હંમેશા શાંતિ ઈચ્છે છે. પરંતુ જો કોઈ દેશની એકતાને ઠેસ પહોંચાડશે તો કરારો જવાબ મળશે. આપણી પ્રકૃતિ બુદ્ધિની છે યુદ્ધની નહીં. અમે આજે પણ કહીએ છીએ કે સમૃદ્ધ પાકિસ્તાન આપણા હિતમાં છે. અમે હવે શાંતિ સ્થાપવા માટે અન્ય રસ્તો અપનાવ્યો છે. અમારી સરકારનું સ્ટેન્ડ બિલકુલ સ્પષ્ટ છે. ગોળીયોના અવાજમાં સંવાદનો અવાજ દબાઈ જાય છે. પાકિસ્તાનની નીતિ અને ચરિત્રને લઈને કોઈ ભ્રમ ના રાખી શકાય. પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદની નર્સરી છે. પાકિસ્તાનની સેના અને આઈએસઆઈ આતંકવાદને પ્રોક્સીવોરના રૂપમાં ઉપયોગ કરે છે. અમારી નીતિ ક્યારેય બીજાની એક ઈંચ જમીન પર કબજો કરવાની નથી. ૉ
ભારતે હવે આતંકવાદને ખતમ કરવાનો સંકલ્પ લીધો છે
રક્ષામંત્રીએ કહ્યું હતું કે, અમારી નીતિ ભાગવાન રામ અને કૃષ્ણથી પ્રેરિત છે. જે અમને શૌર્ય અને ધૈર્ય બંને શીખવે છે. અમે એક સમયે લાહોર બસ યાત્રાની ભાષામાં વાત કરી હતી પણ પાકિસ્તાન તેને સમજી શક્યુ નથી. હવે અમે બાલાકોટ સ્ટ્રાઈકની ભાષામાં જવાબ આપીશું. અમારા સીડીએસને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે ઓપરેશન સિંદૂર માટે તૈયાર છો? તેમણે એક ક્ષણનો વિચાર કર્યા વિના હા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમારો દરેક સૈનિક લડવા માટે તૈયાર છે. ભારતે આ ઓપરેશનથી દુનિયાને બતાવી દીધું છે કે અમે આતંકવાદને જડ મૂળથી ખતમ કરવાનો સંકલ્પ લીધો છે.










