ભારતીય વાયુ સેનાના પ્રમુખ એ.પી.સિંહે પાકિસ્તાનની પોલ ખોલી છે. તેઓએ ખુલાસો કર્યો છે કે, ભારતીય સેનાને પાકિસ્તાનના આતંકી ઠેકાણઓ તબાહ કર્યા હતા.
ભારતે પાકિસ્તાનને શિખવ્યો પાઠ
ભારતે પાકિસ્તાનને 'ઓપરેશન સિંદૂર' દરમિયાન સારો પાઠ ભણાવ્યો હતો. પરંતુ પાકિસ્તાન પીએમ શહબાઝ શરીફ ખોટું બોલવાનું બંધ નથી કરી રહ્યા. ભારતીય વાયુ સેનાના પ્રમુખ એ.પી.સિંહે પાકિસ્તાનની પોલ ખોલી છે. તેઓએ ખુલાસો કર્યો છે કે, ભારતીય સેનાને પાકિસ્તાનના 4થી5 ફાયટર જેટ તોડી પાડ્યા હતા. પાકિસ્તાનના આ ઓપરેશન દરમિયાન ભારે કિંમત ચુકવવાનો વારો આવ્યો હતો.
Also Read
Operation Sindoorમાં ટુકડે ટુકડે થયો મસૂદ અઝહરનો પરિવાર, જૈશ કમાન્ડરએ કરી કબૂલાત
Operation Sindoor માં માર ખાધા પછી આતંકવાદી સંગઠનોએ હવે પાકિસ્તાનમાં છુપાવાની જગ્યા બદલી, હવે કેપીકેમાં શરુ કર્યા કેમ્પ
Operation Sindoor : ભારતે રાત્રે 1.30 વાગ્યે જ કેમ કર્યો હુમલો? ઓપરેશન સિંદૂર પર CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
પાકિસ્તાને ચુકવી ભારે કિંમતઃ IAF
IAF ચીફ એ.પી.સિંહે કહ્યુ હતુ કે, પહલગામ હુમલા મામલે પાકિસ્તાનને ભારે કિંમત ચુકવવી પડી હતી. 'ઓપરેશન સિંદૂર'ને ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે. અમે 3થી4 દિવસ યુદ્ધ લડ્યુ હતુ. અને તેને પૂર્ણ પણ કર્યુ હતુ. દુનિયાએ ભારત પાસેથી શીખ લેવી જોઇએ કે, યુદ્ધ કેવી રીતે પૂર્ણ કરવામાં આવે. અમે પાકિસ્તાની સરહદની અંદર 200 કિમી સુધી મારણ ક્ષમતા બતાવી હતી. આપણી જમીનથી મારક ક્ષમતાવાળી મિસાઇલ અચૂક અને અભેદ હતી. આ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની જનતાને નુકસાન પહોંચાડવામાં નથી આવ્યુ.
મિસાઇલ પ્રણાલીને પણ નુકસાન
IAF ચીફ એ.પી.સિંહે કહ્યુ હતુ કે,'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનને મોટાપાયે નુકસાન થયુ છે. અમારી સેનાએ પાકિસ્તાનના 4થી5 ફાયટર જેટ તોડી પાડ્યા હતા. જેમાં JF-16 પણ સામેલ હતુ. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, તેઓએ પાડોશી દેશની મિસાઇલ પ્રણાલીને પણ નુકસાન પહોંચાડ્યુ છે. તેમની 4 રડાર સિસ્ટમ, 2 કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને મોટી સંખ્યામાં એયરફિલ્ડને પણ નાશ કર્યા છે. તેમના હેંગર્સમાં ઉભા C-130ને પણ તબાહ કર્યુ હતુ. IAF ચીફ એ.પી.સિંહે કહ્યુ હતુ કે, તેમને 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ખબર પડી કે એયર પાવરથી તેઓ કેટલી દૂર સુધી હુમલો કરી શકે છે.










