ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન 9 આતંકી ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતાં. આ દરમિયાન 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશનને લઈને એક મોટો ખુલાસો થયો છે. એક અખબારી રિપોર્ટ મુજબ, પાકિસ્તાની નૌસેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાના યુદ્ધજહાજો છુપાવી દીધા હતા. તેઓ ભારતીય મિસાઇલોથી એટલા ભયભીત હતા કે તેમને ઈરાનની સરહદ નજીક શરણ લેવી પડી હતી. આ સંબંધે સેટેલાઈટ તસવીર પણ સામે આવી છે.
પાકિસ્તાની નૌસેનાએ પોતાના યુદ્ધજહાજોને કરાચીના નૌસેનાકીય ડોકયાર્ડમાંથી હટાવ્યા હતા
અમેરિકી સ્પેસ ટેક્નોલોજી કંપની મેક્સારે ઓપરેશન સિંદૂર દરમ્યાન લીધેલી એક તસવીર જાહેર કરી છે. આ પરથી ખુલાસો થયો છે કે પાકિસ્તાની નૌસેનાએ પોતાના યુદ્ધજહાજોને કરાચીના નૌસેનાકીય ડોકયાર્ડમાંથી હટાવીને વેપારિક ટર્મિનલ્સ તરફ ખસેડી દીધાં હતાં. પાક નૌસેનાએ પોતાના યુદ્ધજહાજોને ગ્વાદરના પશ્ચિમી બંદરે ખસેડ્યા હતા, જે ઈરાનની સરહદના નજીક છે. અહીંથી સરહદ ફક્ત 100 કિલોમીટરની દૂર છે.

ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ફફડ્યું હતું
6 અને 7 મેથીની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકી ઠેકાણાંઓ પર કાર્યવાહી કરી હતી. તેના જવાબમાં પાકિસ્તાની સેનાએ ભારતીય શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળ ન રહી. ત્યારબાદ ભારતીય સેનાએ ફરી જવાબી કાર્યવાહી કરી. આ દરમિયાન પાકિસ્તાન ભયમાં જીવતું હતું. તેમણે પોતાના નૌસેનાના યુદ્ધજહાજોને છુપાવી દીધાં હતાં.
આ પાકિસ્તાનની હાર
ભારત સામે પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું હતું, અંતે તેમને યુદ્ધવિરામ (સીઝફાયર) માટે અપીલ કરવી પડી. રિપોર્ટ અનુસાર, સૈન્ય નિષ્ણાતો માને છે કે સેટેલાઈટ તસવીરો દર્શાવે છે કે પાકિસ્તાનની સૈન્ય તૈયારીમાં મોટું ગાબડું હતું. એક વિશ્લેષકના જણાવ્યા અનુસાર, આ પાકિસ્તાનની હારને દર્શાવે છે અને એ બતાવે છે કે તેમને ઈરાનની સરહદ નજીક શરણ લેવી પડી હતી.
ઘણા આતંકીઓને ઠાર કર્યા
ઓપરેશન સિંદૂર પછી પણ અનેક વખત આતંકીઓએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તેમના બધા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા અને ઘણા આતંકીઓને ઠાર મારી દીધાં હતા.