ચૂંટણી પંચ આજે દેશભરમાં મતદાર યાદી સુધારણા (SIR) ના પ્રથમ બીજા તબક્કાની જાહેરાત થઇ છે. જેમાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ કરાયો છે.  મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આજે એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્રવ્યાપી SIRના બીજા તબક્કાની જાહેરાત કરી હતી.  


કયા 12 રાજ્યોમાં શરૂ થશે SIR ?

તમિલનાડુ, પુડ્ડુચેરી, યુપી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, લક્ષ્યદ્રિપ, અંદામાન નિકોબાર,  પશ્ચિમ બંગાળ ,કેરળ , રાજસ્થાન , મધ્ય પ્રદેશ, ગુજરાત અને ગોવામાં આજ રાતે 12 વાગ્યાથી SIRની પ્રક્રિયા શરૂ કરાશે. 


12 રાજ્યોમાં શરૂ કરાશે બીજો તબક્કો 

બેઠક દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા (SIR) નો બીજો તબક્કો 12 રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહ્યો છે. આ તબક્કામાં મતદાર યાદી અપડેટ કરવી, નવા મતદારો ઉમેરવા અને ભૂલો સુધારવાનો સમાવેશ થશે.તેમણે કહ્યું કે વોટરનું નામ જોડવુ, કે કમી કરવું તે સમયની માગ છે.  આખા દેશમાં તબક્કાવાર SIR કરાશે.  


BLOને અપાઇ ખાસ જવાબદારી

BLO ઘરે ઘરે જઇને લોકોનો ફોર્મ આપશે. BLO દરેકના ઘરે 3 વખત જશે.  તેની જ જવાબદારી રહેશે કે એક પણ વોટર બાકી ન રહી જાય. બહાર રહેનારા ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ત્યારબાદ ડ્રાફ્ટ લિસ્ટ તૈયાર કરાશે. જેને પંચાયત અને તેની વેબસાઇટ પર મૂકાશે તેમ  મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું. 

બિહારના મતદારોનો માન્યો આભાર- ચૂંટણી પંચ 

દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા બિહારના મતદારોને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે આ પ્રક્રિયામાં ભાગ લેનારા અને તેને સફળ બનાવનારા 75 મિલિયન મતદારોનો આભાર માનું છું આ સાથે જ તેમણે કહ્યું કે પંચ તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને પ્રક્રિયાની વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું 

આજે રાત્રે મતદાર યાદી ફ્રિઝ કરાશે 

મહત્વનું છે કે  1951 થી 2004 દરમિયાન દેશમાં આઠ વખત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ અનેક વખત મતદાર યાદીઓની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો છે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આ તબક્કામાં જે રાજ્યોમાં SIR હાથ ધરવામાં આવશે ત્યાંની મતદાર યાદીઓ આજે રાત્રે સ્થિર કરવામાં આવશે. 

  • Follow us on: