બેંગ્લુરુ વારાણસી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1086 માં અફરાતફરી મચી ગઇ. જ્યારે એક યાત્રીએ જબરદસ્તી કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. પાયલટ કમાન્ડએ અપહરણના ડરથી કોકપિટ ન ખોલવા દીધી અને તે યાત્રીને CISFના હવાલે કરી દેવાયો.



એર ઇન્ડિયા એક્સપ્રેસમાં બની ઘટના 

એક મુસાફરે કોકપીટનો દરવાજો બળજબરીથી ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારે હોબાળો અને સુરક્ષા ખતરો સર્જાયો હતો. એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે વારાણસી જતી અમારી ફ્લાઇટમાં એક ઘટના અંગે મીડિયા અહેવાલોથી વાકેફ છીએ જ્યાં એક મુસાફર ટોઇલેટ જવા ઉઠ્યો અને તે કોકપીટ એક્સેસ એરિયામાં પ્રવેશ્યો હતો. અમે પુષ્ટિ કરીએ છીએ કે કડક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે અને મુસાફરોની સુરક્ષા સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા નથી. ઉતરાણ સમયે સંબંધિત અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તપાસ ચાલી રહી છે.


પહેલીવાર પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હતો 

મળતી માહિતી મુજબ આ મુસાફર આઠ અન્ય લોકો સાથે મુસાફરી કરી રહ્યો હતો.જેમને CISFને સોંપવામાં આવ્યા હતા. તેમાંથી ફક્ત એક જ વ્યક્તિએ કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.મહત્વનું છે કે બધા વિમાનના કોકપીટ દરવાજા પાસવર્ડ-સુરક્ષિત હોય છે, જે ફક્ત કેપ્ટન અને ક્રૂને જ ખબર હોય છે. જો દરવાજો પાસવર્ડ-સુરક્ષિત ન હોત, તો મુસાફર કોકપીટમાં પ્રવેશી શક્યો હોત. બધા મુસાફરોની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ એરલાઇને સ્પષ્ટતા કરી હતી કે તે વ્યક્તિ પહેલી વાર પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હતો. વિમાનની સુરક્ષા માટે કોઈ ખતરો નહોતો. મુસાફરે પાસવર્ડ દાખલ કરવાનો પ્રયાસ પણ કર્યો ન હતો.




  • Follow us on: