PM નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ આસામ રાજ્યમાં ₹5,450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું. આ દૌરાનો સૌથી મહત્વનો અને ઐતિહાસિક ક્ષણ ત્યારે સર્જાયો જ્યારે પ્રધાનમંત્રીનું વિમાન દિબ્રુગઢના મોરન બાયપાસ પર નવા બનાવાયેલા ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર ઉતર્યું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રધાનમંત્રીનું વિમાન ઉતરવાનું આ પ્રથમ ઘટના છે, જે ભારતની સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાનું પ્રતીક બની.

વિકાસને લઈને સ્પષ્ટ અને મજબૂત સંદેશ

PM નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં યોજાયેલી સભામાં આસામ અને સમગ્ર નોર્થ ઈસ્ટના વિકાસને લઈને સ્પષ્ટ અને મજબૂત સંદેશ આપ્યો. તેમના સંબોધનમાં વિકાસ, આત્મનિર્ભરતા, કાર્યકર્તાઓની ભૂમિકા અને કોંગ્રેસ શાસન પર સીધી ટીકા મુખ્ય મુદ્દા રહ્યા. અહીં PM મોદીના સંબોધનમાં જણાવ્યું કે ભાજપના કાર્યકર્તા હોવું એ અમારા માટે મોટી ઉપલબ્ધિ છે. કાર્યકર્તાઓના પરિશ્રમ અને સમર્પણથી જ પાર્ટી જનતાની સેવા કરી શકે છે. તેમણે કાર્યકર્તાઓને પાર્ટીની સૌથી મોટી શક્તિ ગણાવી.

આત્મનિર્ભરતા કા મંત્ર

PM મોદીએ “આત્મનિર્ભરતા કા મંત્ર – વિકસિત ભારત કા સંકલ્પ”નો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશને આત્મનિર્ભર બનાવ્યા વિના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે નહીં. આ દિશામાં નોર્થ ઈસ્ટની ભૂમિકા ખૂબ મહત્વની છે. તેમણે કહ્યું કે નવા પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન બાદ નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. રસ્તા, પુલ, એરપોર્ટ અને રેલ પ્રોજેક્ટ્સથી વેપાર, પ્રવાસન અને રોજગારીમાં વધારો થશે.

“અમે નોર્થ ઈસ્ટની ભક્તિભાવથી સેવા કરવા માગીએ છીએ”

PM મોદીએ ભાવનાત્મક શબ્દોમાં જણાવ્યું કે “અમે નોર્થ ઈસ્ટની ભક્તિભાવથી સેવા કરવા માગીએ છીએ”. તેમના માટે આ વિસ્તાર માત્ર ભૂગોળ નહીં પરંતુ સંસ્કૃતિ અને સંભાવનાઓનું કેન્દ્ર છે. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારે વર્ષો સુધી આસામ અને નોર્થ ઈસ્ટ સાથે ભેદભાવ કર્યો છે. કોંગ્રેસના શાસનમાં નોર્થ ઈસ્ટની સતત અવગણના કરવામાં આવી.

નોર્થ ઈસ્ટને આત્મનિર્ભર બનાવવાનો

PM મોદીએ સ્પષ્ટ કર્યું કે અમારો હેતુ નોર્થ ઈસ્ટને આત્મનિર્ભર બનાવવાનો છે. યુવાનોને તકો, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપીને આ વિસ્તારને દેશના વિકાસનો એન્જિન બનાવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ વર્ષના બજેટમાં નોર્થ ઈસ્ટ પર વિશેષ ફોકસ રાખવામાં આવ્યો છે, જેથી અહીં વિકાસની ગતિ વધુ તેજ બને. PM મોદીએ ફરી એકવાર દોહરાવ્યું કે “નોર્થ ઈસ્ટ અમારા માટે અષ્ટલક્ષ્મી છે” અને દેશની સમૃદ્ધિમાં તેનો મોટો ફાળો છે.

આસામ માટે મોટી જાહેરાત

આસામ માટે મોટી જાહેરાત કરતા તેમણે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં આસામને ₹5.5 લાખ કરોડની વિકાસ ભેટ અપાઈ છે. સાથે જ ₹5,450 કરોડની નવી યોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરીને રાજ્યના વિકાસને નવી ગતિ આપવામાં આવી છે. PM મોદીના આ સંબોધનથી સ્પષ્ટ થાય છે કે આસામ અને નોર્થ ઈસ્ટ હવે કેન્દ્ર સરકારની વિકાસ નીતિના કેન્દ્રમાં છે.

આ પણ વાંચો : Bangladesh elections 2026 : તારિક રહેમાનના શપથગ્રહણ સમારોહમાં PM મોદીને આમંત્રણ આપી શકે BNP

https://sandesh.com/world/news/bangladesh-elections-2026-bnp-may-invite-pm-modi-to-tariq-rahmans-swearing-in-ceremony