દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળનારા ₹2000 ના 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પ્રતીક્ષા હવે ટૂંક સમયમાં જ સમાપ્ત થવા જઈ રહી છે, કારણ કે સરકાર દ્વારા 23મા હપ્તાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 માર્ચ, 2026ના રોજ આસામના ગુવાહાટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં યોજનાનો 22મો હપ્તો દેશના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો.


23મો હપ્તો ક્યારે થશે જાહેર ? 

આગામી 20 જૂન, 2026 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં આવેલા તારકેશ્વરથી 23મો હપ્તો જાહેર કરશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી આ રકમ સીધી જ પાત્ર લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

પીએમ કિસાન યોજના શું છે?

ખેતીવાડીના ખર્ચમાં આર્થિક ટેકો આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ અંતર્ગત પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹6000 ની નાણાકીય સહાય ત્રણ સમાન હપ્તામાં (₹2000 ના ત્રણ હપ્તા) આપવામાં આવે છે. આ રકમથી ખેડૂતો બિયારણ, ખાતર, ખેતીના સાધનો અને અન્ય જરૂરી વસ્તુઓ સરળતાથી ખરીદી શકે છે. 

લાભાર્થી યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું?

જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો, તો સત્તાવાર યાદીમાં તમારું નામ નીચે મુજબના સરળ સ્ટેપ્સ ફોલો કરીને ચેક કરી શકો છો:

  • સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની અધિકૃત વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.
  • હોમપેજ પર આપેલા 'Farmers Corner' (ખેડૂતો માટેનો વિભાગ) પર ક્લિક કરો.
  • ત્યાં મેનુમાંથી 'Beneficiary List' (લાભાર્થી યાદી) નો વિકલ્પ પસંદ કરો.
  • હવે તમારા રાજ્ય, જિલ્લા, બ્લોક (તાલુકો) અને ગામની વિગતો પસંદ કરો.
  • અંતમાં 'Get Report' પર ક્લિક કરતાની સાથે જ તમારા ગામના તમામ પાત્ર લાભાર્થીઓની યાદી સ્ક્રીન પર દેખાશે.


કયા ખેડૂતોને 23મો હપ્તો નહીં મળે?

સરકારે નિયમોમાં કડકાઈ કરીને કેટલાક એવા શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે, જેમના નામ આગામી યાદીમાંથી કાપી નાખવામાં આવી શકે છે અથવા તેમની ચૂકવણી રોકી દેવામાં આવી છે


જમીનની માલિકી: જે ખેડૂતોએ 1 ફેબ્રુઆરી, 2019  પછી જમીનના માલિકી હકો મેળવ્યા છે, તેમને આ લાભ કદાચ નહીં મળે.

એક જ પરિવારમાં બેવડો લાભ: જો કોઈ એક જ પરિવારમાં એકથી વધુ સભ્યો (જેમ કે પતિ-પત્ની બંને, અથવા કોઈ પુખ્ત અને સગીર સભ્ય સાથે) લાભ લઈ રહ્યા હોય, તો તેમની ચૂકવણી ભૌતિક ચકાસણી (Physical Verification) પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવી છે.

અધૂરી વિગતો: જે ખેડૂતોની જમીનની વિગતો પોર્ટલ પર લિંક નથી અથવા બેંક ખાતું ઓળખ દસ્તાવેજો સાથે જોડાયેલું નથી, તેમને પણ મુશ્કેલી પડી શકે છે.


હપ્તો મેળવવા માટે e-KYC ફરજિયાત: પૂર્ણ કરવાની પદ્ધતિઓ

પીએમ કિસાન પોર્ટલના સત્તાવાર નિયમો અનુસાર, ૨૩મો હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા ખેડૂતોએ e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. જો આ પ્રક્રિયા અધૂરી હશે, તો ₹૨,૦૦૦ ની રકમ ખાતામાં આવશે નહીં.


 e-KYC જરૂરી 

ઓનલાઈન OTP પદ્ધતિ: ખેડૂતો જાતે જ pmkisan.gov.in વેબસાઇટ પર જઈને 'e-KYC' નો વિકલ્પ પસંદ કરી શકે છે. ત્યાં પોતાનો સત્તાવાર ઓળખ નંબર દાખલ કરી, રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલા OTP વેરિફિકેશન દ્વારા પ્રક્રિયા મફતમાં પૂર્ણ કરી શકે છે.

બાયોમેટ્રિક પદ્ધતિ: જો મોબાઈલ નંબર લિંક ન હોય, તો ખેડૂતો નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા સ્ટેટ સર્વિસ સેન્ટર પર જઈને અંગૂઠાની છાપ (Biometric) દ્વારા e-KYC કરાવી શકે છે.

 ફેસ ઓથેન્ટિકેશન (Face Authentication): પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરીને માત્ર ચહેરો સ્કેન કરીને પણ ઘરે બેઠા આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય છે.


આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?

  • Follow us on: