કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના હેઠળ 21મો હપ્તો સમય પહેલા જ જારી કરી દીધો છે. જોકે સમય પહેલા આ હપ્તો દેશના ત્રણ રાજ્યોના 27 લાખ ખેડૂતો માટે જારી કરવામાં આવ્યો છે. પૂર પ્રભાવિત ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતો માટે હવે આ કિસાન સમ્માન નિધિ જારી કરવામાં આવ્યુ છે. આ રાજ્યોએ હાલમાં જ ભયંકર પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. પીએમ કિસાનનો 21મો હપ્તો 27 લાખ ખેડૂતોના ખાતામાં 540 કરોડ રૂપિયા નાખવામાં આવ્યા છે.
પીએમ કિસાન નિધિનો હપ્તો સમય પહેલા જ જારી કરીને પૂર પહેલા હપ્તો જારી કરીને પૂરથી નુકસાન ભોગવનારા ખેડૂતોને થોડી રાહત આપવાની કોશિશ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના 8 લાખ ખેડૂતોના ખાતામાં 160 કરોડની ધનરાશિ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તાનો ફાયદો મેળવનારામાં પંજાબ પણ છે. રાજ્યના 11 લાખ ખેડૂતોના બેંક ખાતામાં 221 કરોડ રૂપિયા રકમ નાખવામાં આવી છે.













