વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિ દરમિયાન પૂરા 9 દિવસ ઉપવાસ રાખે છે. તેઓ ખૂબ જ સંયમ અને શિસ્તથી આ વ્રત કરે છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીએ ઉપવાસ અંગે પોતાના વિચારો અને અનુભવો વિગતવાર શેર કર્યા હતા. તેમણે ઉપવાસ દરમ્યાન શરીર અંદરથી અને બહારથી શું અનુભવે છે, તેની પણ વાત કરી હતી. આ દરમ્યાન તેમણે ખુબ રસપ્રદ વાત કહી કે તેઓ આખા નવરાત્રિ દરમ્યાન માત્ર એક જ ફળ લેવાનો નિયમ છે. આવો જાણીએ કે પીએમ મોદીએ ઉપવાસ અંગે શું કહેલું...
ચાર મહિના સુધી ટાઇમ જ ખોરાક, એક સમય એક જ ફળ
પીએમ મોદીએ કહ્યું, કે અમારા દેશમાં ચાતુર્માસની પરંપરા છે. વરસાદી ઋતુમાં પાચનક્રિયા ધીમી પડી જાય છે. જૂનના મધ્યથી લઇને દિવાળીની આસપાસ સુધીના લગભગ ચાર મહિના સુધી હું દિવસમાં માત્ર એક જ વખત ખોરાક લઉં છું. નવરાત્રિ દરમ્યાન હું પૂરાં 9 દિવસ ઉપવાસ રાખું છું. હું ગરમ પાણી પીઉં છું. હંમેશા ગરમ પાણી જ પીવાનું ચાલુ રાખું છું.
બીજી નવરાત્રિ માર્ચ-એપ્રિલ મહિનામાં ચૈત્ર નવરાત્રિ તરીકે આવે છે. આ સમયે હું દરેક દિવસે એક જ ફળ લેતો હોઉં છું. જેમ કે જો પપૈયું પસંદ કર્યું હોય તો હું પૂરા 9 દિવસ પપૈયું જ ખાઉં છું. દિવસમાં માત્ર એક જ વખત તેને ગ્રહણ કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તેઓ છેલ્લા 50-55 વર્ષથી આરીતે જ ઉપવાસ કરે છે.
ઉપવાસનો અર્થ ભોજન છોડી દેવુ નહીં
ઉપવાસનો અર્થ માત્ર ભોજન છોડી દેવો નહીં હોય. ઘણા લોકો એવું સમજે છે કે ઉપવાસ એટલે ન ખાવું. પરંતુ આ ફક્ત શારીરિક ક્રિયા નથી. જો કોઈ વ્યક્તિને કઠિન પરિસ્થિતિના કારણે ભોજન ન મળે તો તેને ઉપવાસ કેમ ગણાવશો? ઉપવાસ એ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રક્રિયા છે.
વ્રત પહેલા 5-7 દિવસથી તૈયારીઓ
પીએમ મોદીએ કહ્યુ કે હું લાંબા સમયના ઉપવાસ કરું છું. ઉપવાસ શરૂ થાય તે પહેલા અંદરથી શરીરને તૈયાર કરવા માટે હું યોગ, આયુર્વેદ અને પરંપરાગત પદ્ધતિઓ અપનાવું છું. ઉપવાસ શરૂ થાય તે પહેલા ખૂબ જ વધારે પાણી પીઉં છું, જેથી શરીર ડિટૉક્સ માટે તૈયાર થાય.