નવરાત્રિ તહેવારની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રિમાં ગરબાની રમઝટ જામવા લાગી છે. યુવાનો ગરબાની જુદી-જુદી સ્ટાઈલ કરી મન મૂકીને ગરબે રમી રહ્યા છે. આ દિવસોમાં માતા દુર્ગાની પૂજા આરાધના કરવાનું માહાત્મય છે. નવરાત્રિમાં માતાના આર્શીવાદ પ્રાપ્ત કરવા ભક્તો ઉપવાસ કરતા હોય છે. નવરાત્રિના 9 દિવસના ઉપવાસમાં તમે સ્વાદિષ્ટ ફરાળી વાનગીનો આનંદ માણી શકો છો. ઉપવાસમાં મીઠાઈ ખાવાનું મન થાય તો તમે આ વાનગી ચોક્કસ ટ્રાય કરો.
બટાકાનો હલવો બનાવવા માટે સામગ્રી:
- 3 બટાકા
- 3 ચમચી ઘી
- ઘી - ૩ ચમચી
- 1/2 કપ ખાંડ
- 1 કપ દૂધ
- 1/2 ચમચી ઇલાયચી પાઉડર
- 2 ચમચી ડ્રાયફ્રૂટ
બટાકાનો હલવો બનાવવાની રીત:
ફરાળી વાનગીમાં સૌથી વધુ બટાકાનો ઉપયોગ થાય છે. બટાકાનો હલવો બનાવવા સૌ પ્રથમ બટાકાને બાફી લો. પછી બાફેલા બટાકાને છોલીને સારી રીતે મેશ કરો. ત્યારબાદ હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં છૂંદેલા બટાકા ઉમેરો અને મધ્યમ તાપ પર સાંતળો. પછી આ બટાકા આછા સોનેરી રંગના થઈ જાય અને સુગંધ આવવા લાગે, ત્યારે તેમાં દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો. દૂધ બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરો. ખાંડ ઉમેર્યા પછી, હલવાનો રંગ બદલાઈ જશે. જ્યારે ઘી છૂટવા લાગે, ત્યારે એલચી પાવડર અને સમારેલા બદામ ઉમેરો અને મિક્સ કરો. અને 5 મિનિટ સાંતળ્યા બાદ ગેસ બંધ કરો. તૈયાર થયો બટાકાનો હલવો. આ હલવાને ઉપવાસમાં દિવસ દરમિયાન ગમે ત્યારે ખાઈ શકો છો. બટાકા, ખાંડ અને દૂધ આવવાથી આ સુપર ટેસ્ટી હલવો ઉપવાસમાં ઉર્જા આપશે.













