નવરાત્રિમાં મા અંબાનું પૂજન અર્ચન કરવામાં આવે છે. આજથી નવરાત્રિ તહેવારનો આરંભ થઈ ગયો છે. નવરાત્રિમાં ગરબાના તાલે ખેલૈયાઓ રમઝટ બોલાવે છે. તો કેટલાક ભક્તો આ 9 દિવસ ઉપવાસ કરી માતાની ભક્તિ કરે છે. ઉપવાસમાં તમારે સ્વાદિષ્ટ વાનગીનો આનંદ માણવો હોય તો જરૂર આ તમારા માટે છે. તમે રાજગરામાંથી બનતી આ સ્વાદિષ્ટ જરૂર ટ્રાય કરો. તમે રાજગરાની ભાખરી, પૂરી અને શીરા વિશે સાંભળ્યું હશે. પરંતુ રાજગરાની સેવનો ફરાળી ચેવડો બને છે તે બહુ ઓછા લોકોને ખબર છે.
ફરાળી ચેવડા માટેની સામગ્રી:
- 1 બાઉલ રાજગરાનો લોટ
- જરૂર મુજબ પાણી
- 1 કપ શીંગદાણા
- 1 કપ બટાકાની છીણ
- 3/4 ચમચી મરચું પાઉડર
- 2 ચમચી દળેલી ખાંડ
- સ્વાદાનુસાર મીઠું
- તળવા માટે તેલ
ફરાળી ચેવડો બનાવવાની રીત :
રાજગરાની સેવનો ફરાળી ચેવડો બનાવવા પહેલા રાજગરાના લોટને ચાળી લો. પછી તેમાં પાણી ઉમેરી કણક તૈયાર કરો. આ કણક તમારે બહુ કઠણ નહીં અને બહુ નરમ તેવી રીતે બનાવી પડશે. ત્યારપછી એક કઢાઈ તેલ ગરમ કરવા મૂકો. અને સેવના સંચા વડે સેવને પાડીને તળી લો. આ સેવ બની ગયા બાદ તેનો ચેવડો બનાવવા તેમાં શીંગદાણા અને બટકાના છીણને તળી લો. ત્યારબાદ સેવ,બટકાની છીણ અને સિંગદાણાને મિશ્ર કરી અને ખાંડ,મરચું પાઉડર,મીઠું ઉમેરી મિશ્ર કરી લો. લો, તૈયાર થઈ ગયો તમારો રાજગરાની સેવનો ફરાળી ચેવડો. ઓછા સમયમાં નાની ભૂખ માટે આ ફરાળી વાનગી બેસ્ટ છે.













