- સફરજનને હેલ્થ માટે બેસ્ટ માનવામાં આવે છે
- દૂધ અને સફરજનની રબડી બનશે બેસ્ટ ઓપ્શન
- સ્વીટ ખાવાનું મન હોય તો આ રબડી બનશે ખાસ ડિશ
રબડી કે દૂધની વાનગીઓ ગુજરાતીઓને પ્રિય હોય છે. આમ તો તે તહેવારોમાં બને છે. આ સિવાય કેટલાક ઘરોમાં તે ડેઝર્ટમાં બનાવાય છે. જો તમે વ્રતમાં સ્ટેમિના જાળવી રાખવાની સાથે કંઈ ખાસ ટ્રાય કરવા ઈચ્છો છો તો તમે સફરજનની રબડી બનાવી શકો છો. આ માટે તમારે થોડી સામગ્રી ભેગી કરવાની રહે છેતો જાણો કેવી રીતે બનશે આ ખાસ રબડી. તેનો સ્વાદ પરિવારમાં સૌને પસંદ આવશે. તો કરો ટ્રાય.
સફરજન ખાવાથી મળે છે આ ફાયદા
સફરજન હૃદય, મગજ, લીવર અને હોજરીને બળ આપે છે, ભૂખ લગાડે છે, લોહી વધારે છે. સફરજનને બાફીને કે સૂપ બનાવીને પણ ખાઈ શકાય. સફરજન મરડો, અતિસાર, આંતરડાનાં ચાંદાં-અલ્સરેટીવ કોલાયટીસમાં સારો ફાયદો કરે છે.સફરજન માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સફરજન ફાઈબર અને જ્યુસથી ભરપૂર ફળ છે. આ સિવાય તે હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
સામગ્રી
- 2 નંગ સફરજન
- 3 કપ દૂધ
- 1 કપ ખાંડ
- 10 નંગ બદામ
- 10 નંગ કાજુ
- 10 નંગ પિસ્તા
બનાવવાની રીત
સૌ પહેલાં દૂધને અડધું રહે ત્યાં સુધી ઉકાળો. તેમાં એક કપ ખાંડ નાંખો અને સાથે તેમાં બે સફરજન છીણીને નાંખો. છીણેલા સફરજનને દૂઘમાં ભેળવો. ત્રણ-ચાર મિનિટ સુધી તેને ચઢવો. તેને ગેસ પરથી ઉતારી લો. હવે તેમાં ઉપરથી કાજુ, પિસ્તા અને બદામ ભેળવો અને ગાર્નિશ કરો. તમે તેની સાથે એપલની સ્લાઈસ પણ મૂકી શકો છો. આ રબડી એકાદ કલાક ઠંડી કર્યા બાદ સર્વ કરવામાં આવે તો તે વધારે ટેસ્ટી લાગે છે.