દેશભરમાં અત્યારે ગણેશોત્સવ તહેવારની ઉજવણી ચાલી રહી છે. ગણેશોત્સવમાં ભગવાન ગણેશજીનું સ્થાપન કરો ત્યારે સાત્વિક ભોજન બનાવવામાં આવે છે. અનેક લોકો પોતાના ઘરે ગણેશજીનું મૂર્તિ સ્થાપિત કર્યા બાદ વ્રત અને ઉપવાસ કરે છે. ઉપવામાં ફરાળી ભોજનમાં શું બનાવું તેની મૂંઝવણ હોય તો આ રેસીપી જરૂર મદદ કરશે.


ઉપવાસના દિવસોમાં ઉર્જા મળે અને પેટ ભરાય તેવી વાનગીનો વિકલ્પ એટલે મોરૈયાની ઉપમા. આ ઉપમા માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

મૌરેયાની ઉપમા બનાવવા માટેની સામગ્રી

  • તમે લીમડાના પાન, લાલ મરચું, મીઠું અથવા સીંધવ મીઠું, કોથમીર લો.
  • 1 કપ મૌરેયા
  • 2 ચમચી શિંગદાણા
  • 2 ઝીણા સમારેલા લીલા મરચાં
  • 1 નાનો બટાકો ઝીણો સમારેલો
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2 કપ પાણી

મૌરેયાની ઉપમા બનાવવાની રેસીપી

સૌ પ્રથમ મૌરેયાને 10 મિનિટ પલાળી રાખો. પછી એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં લીમડાંના પાન, લીલા મરચાં અને આદુ નાખીને સાંતળો. પછી તેમાં સમારેલા બટાકા ઉમેરો ધીમા તાપે થોડી વાર ચઢવા દો. પછી તેમાં શિંગદાણા અધકચરા ક્રશ કરેલા અથવા આખા શિંગાદાણા નાખો. ત્યારબાદ પલાળેલૌ મોરૈયો ઉમેરો અને તેમાં સ્વાદ મુજબ સીંધવ મીઠું અથવા કાચુ મીઠું નાખી એકવાર હલાવી દો. પછી તેને ઢાંકીને 8-10 મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો. જ્યારે મૌરેયાનું પાણી સુકાઈ જાય પછી ગેસ બંધ કરી દો. છેલ્લા મોરૈયાની ઉપમાને વધુ સ્વાદિષ્ટ કરવા લીંબુનો રસ કોથમીર નાખી સજાવો. આ વાનગી બ્રેકફાસ્ટ અને ડિનરનો બેસ્ટ વિકલ્પ છે. તમે દહીં સાથે મૌરેયાની ઉપમા ખાઈ શકો છો.

  • Follow us on: