આજથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. રોજ ચટપટી વસ્તુઓ ખાતા લોકોને નવરાત્રીના ઉપવાસ કરવા અધરા થઈ જાય છે. પરંતુ આ વર્ષે ટેસ્ટ સાથે કોઈ કોમ્પ્રોમાઈઝ કરવાની જરૂર નથી. અમે નવરાત્રીના નવ દિવસ સુધી રોજ ચટપટી ફરાળી વાનગીની રેસિપી જણાવીશું. તો આજે આપણે જાણીયે ફરાળી હાંડવા વિશે.....
નવરાત્રીમાં ફરાળી હાંડવો બનાવવા માટે સામગ્રી
સામો, સાબુદાણા, આદુ - મરચાની પેસ્ટ, મીઠું, દહીં, દૂધી, બેકિંગ સોડા, લવિંગ, તજ, કાળા મરી પાઉડર, તેલ, શેકેલી મગફળીનો ભુકો, કોથમીર, મીઠો લીમડો, તલ
હાંડવો બનાવવા માટેની રીત
- સૌથી પહેલા સામો અને સાબુદાણાને ગ્રાઈન્ડ કરી લો.
- આ મિશ્રણ ઝીણો પાઉડર બનાવો.
- ત્યાર બાદ તેમાં દહીં, મીઠું, આદુ - મરચાની પેસ્ટ, લવિંગ, તજ, કાળા મરી પાઉડર ઉમેરો.
- હવે દૂધીને છીણીને ઉમેરી લો.
- હાંડવાના બેટરમાં ગાંઠ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખો.
- હવે પેનમાં તેલ ઉમેરી તેમાં જીરું, મીઠો લીમડો, તલ સહિતની સામગ્રી ઉમેરો.
- હાંડવાના ખીરામાં બેકિંગ સોડા નાખી બરાબર મિક્સ કરી પેનમાં ખીરુ નાખો.
- હવે હાંડવાને ઢાંકીને 10 થી 15 મીનીટ ધીમા ગેસ પર થવા દો.
- ત્યાર બાદ ગરમા ગરમ હાંડવાને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.
લીલી ચટણી બનાવવા માટે કોથમીર, લીલા મરચા, મીઠું, લીંબુનો રસ અને ફુદીનાને પીસી લો. આ ચટણીમાં તમે પાણીની જગ્યાએ બરફનો પણ ઉપયોગ કરી શકો છો.