વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે મહાન ગાયક અને સંગીતકાર ડૉ. ભુપેન હજારિકાની જન્મશતાબ્દી સમારોહના સમાપન કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું હતું. સમારોહને સંબોધિત કરતી વખતે PM મોદીએ પરોક્ષ રીતે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધી ડિલિમિટેશન બિલના મુદ્દે એમ.કે. સ્ટાલિન અને શરદ પવારને પોતાના પક્ષમાં લાવવાના સતત પ્રયાસ કરી રહ્યા છે. PM મોદીએ કહ્યું, આપણે સૌ ભારતીય વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છીએ.આપણો સંકલ્પ વિકસિત ભારતનું નિર્માણ કરવાનો છે. આવી વાતો તેમને પસંદ નથી આવતી.જેઓ દેશની સિદ્ધિઓથી અસંતુષ્ટ રહે છે ભારતને ટુકડાઓમાં વહેંચાયેલું માને છે અને ભાગલા પાડીને સત્તા મેળવવાનું સપનું જુએ છે.

નારાજ ફૂફાઓએ ભુપેન દાના ગીતો વારંવાર સાંભળવા જોઈએ

તેમણે આવા લોકોની સરખામણી 'નારાજ ફૂફા' સાથે કરી હતી. PM મોદીએ સૂચન કર્યું કે આવા 'નારાજ ફૂફાઓ'એ ભુપેન દાના ગીતો વારંવાર સાંભળવા જોઈએ, જેથી કદાચ તેમને કંઈક સમજ પડે અને બુદ્ધિ આવે. આ પ્રસંગે PM મોદીએ ભુપેન હજારિકાની જીવનકથાનું વિમોચન કર્યું હતું અને પૂર્વોત્તરના વિકાસ, સાંસ્કૃતિક એકતા તથા 'વિકસિત ભારત'ના નિર્માણના સંકલ્પ પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ પણ હાજર રહ્યા હતા. PM મોદીએ આસામની સાંસ્કૃતિક શક્તિની પણ ભારપૂર્વક પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દુનિયાએ આસામની સંસ્કૃતિને નિહાળી છે. 

ભુપેન હજારિકા દેશના મહાન સપૂત અને સાચા દેશભક્ત હતા: PM મોદી

જ્યારે બોડો સમુદાયના કલાકારોએ 'બાગુરુમ્બા' નૃત્ય રજૂ કર્યું, ત્યારે દુનિયાએ ભારતની વિવિધતાનું અદ્ભુત દૃશ્ય જોયું હતું. ચાના બગીચામાં કામ કરતા કલાકારોની રજૂઆતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે હજારો કલાકારોને જીવંત રીતે 'ઝૂમુર' નૃત્ય કરતા જોઈને તેમના જેવા એક 'ચાવાળા'ને ખૂબ આનંદ થયો હતો.ડૉ. ભુપેન હજારિકાને શ્રદ્ધાંજલિ આપતાં PM મોદીએ કહ્યું કે તેમણે ભારતની લાગણીઓને અવાજ આપ્યો હતો અને દેશનાં સપનાંઓને પોતાનાં ગીતોમાં વણી લીધાં હતાં. તેઓ આસામના મહાન સપૂત અને સાચા દેશભક્ત હતા.PM મોદીએ કહ્યું કે સરકાર માટે એ સૌભાગ્યની વાત છે કે ભુપેન હજારિકાના વારસાને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી સન્માનિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Inside Story : મોદી સરકારે એવું શું કર્યું કે ડિલિમિટેશન બિલનું સમર્થન કરવા શરદ પવાર અને સ્ટાલિન તૈયાર થયા?