પીએમ મોદી હાલમાં અરુણાચલની મુલાકાતે છે. અહીં તેઓએ 5100 કરોડના વિકાસના કાર્યોની ભેટ આપી છે.  આ સમારોહ ઇન્દિરા ગાંધી પાર્ક ખાતે યોજાયો હતો. પ્રધાનમંત્રીએ શી યોમી જિલ્લામાં બે મુખ્ય જળવિદ્યુત પ્રોજેક્ટ્સ અને તવાંગમાં એક કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ ઉત્તરપૂર્વીય રાજ્યોને તેમના માટે "અષ્ટલક્ષ્મી" ગણાવ્યા.


દેશ સર્વોપરિ છે- પીએમ મોદી 

પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે પાછળની સરકારોએ અરુણાચલ પ્રદેશને નજરઅંદાજ કર્યું.  પીએમ મોદીએ કહ્યું કે આજથી દેશમાં નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ લાગુ થયા છે.આજથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત થઇ છે. અમારા માટે વોટ નહી દેશ સર્વોપરી છે. જેને કોઇ પૂછતુ પણ નથી તેને મોદી પૂજે છે તેમ જણાવ્યું.


નાગરિક દેવો ભવ: અમારો મંત્ર 

પીએમ મોદીએ કહ્યું કે  ઉત્તરપૂર્વમાં વિકાસ પહોંચવામાં દાયકાઓ લાગ્યા... અરુણાચલ પર કુદરતનો આશીર્વાદ રહ્યો છે... તે સમયે દિલ્હીની સરકારે અરુણાચલ પ્રદેશ અને તેના લોકોની અવગણના કરી હતી. કોંગ્રેસ જેવા પક્ષોને લાગતું હતું કે અરુણાચલ પ્રદેશમાં ઘણા ઓછા લોકો રહે છે, ત્યાં ફક્ત 2 લોકસભા બેઠકો છે, તો આ રાજ્ય પર ધ્યાન કેમ આપવું?... તે વિકાસમાં પાછળ રહી ગયું હતું... અમારી પ્રેરણા મતો અને બેઠકોની સંખ્યા નથી, પરંતુ અમાપા માટે રાષ્ટ્ર પ્રથમ છે. અમારો મંત્ર છે નાગરિક દેવો ભવ:

GST બચત ઉત્સવ શરૂ- પીએમ મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  કહ્યુ કે  મારી અરુણાચલ મુલાકાત ખાસ બની ગઈ છે. નવરાત્રિના પહેલા દિવસે, મને આવા સુંદર પર્વતો જોવા મળ્યા... આગામી પેઢીના GST સુધારાઓ આજે લાગુ કરવામાં આવ્યા છે. GST બચત ઉત્સવ શરૂ થઈ ગયો છે... અરુણાચલને વીજળી, આરોગ્ય, પર્યટન અને અન્ય ઘણા ક્ષેત્રોના પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે..


  • Follow us on: