વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 જુલાઈના પ્રસ્તાવિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. મેલબર્નમાં યોજાનારા 'Melbourne Meets Modi' કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે (AFP) સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
સ્ટેડિયમની છત બંધ રાખવી નહીં તો....
મળતી માહિતી મુજબ મેલબર્નના માર્વેલ સ્ટેડિયમમાં યોજાનારા સમુદાય કાર્યક્રમના પ્રચાર માટે કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ નીચે આ ધમકીભરી ટિપ્પણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને વડાપ્રધાન મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે. અહેવાલ મુજબ 'અબુ મુસ્તફા' નામના ફેસબુક એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટિપ્પણીમાં લખવામાં આવ્યું હતું કે, “કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની છત બંધ રાખવી વધુ સારું રહેશે, નહીં તો તેઓ ઓસ્ટ્રેલિયા પોતાના મૃત્યુ માટે આવી રહ્યા છે.” આ પોસ્ટ સામે આવતા જ મામલો ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
