લોકસભાની કાર્યવાહી દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ મોટો દાવો કરતા કહ્યુ કે કાલે પીએમ મોદી પર સદનમાં હુમલો થવાનો હતો. સંસદમાં અપ્રત્યાશિત ઘટના બની શકતી હતી. પરિસ્થિતિને જોતા જ મે પીએમ મોદીને સદનમાં ન આવવાનો આગ્રહ કર્યો અને તેમણે માની પણ લીધ. સ્પીકરના કોંગ્રેસના સાંસદોને ચેતવણી આપતા કહ્યુ કે પોસ્ટરને લઇને આવશો તો સંસદમાં કાર્યવાહી નહીં ચાલે.

લોકસભા અધ્યક્ષે સ્વયં સ્વીકાર્યું સદનની અંદર ખતરો

સંસદના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ વખત થયું છે કે લોકસભા અધ્યક્ષે સ્વયં સ્વીકાર્યું છે કે દેશના વડાપ્રધાનની સુરક્ષા અને સન્માનને સદનની અંદર જ ખતરો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું કે તેમણે જ ગઈકાલે (બુધવારે) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સદનમાં આવવાથી રોક્યા હતા. બિરલાએ આશંકા વ્યક્ત કરી કે જો પીએમ મોદી ગઈકાલે સદનમાં આવ્યા હોત, તો તેમની સાથે કોઈ અનપેક્ષિત અને અપ્રિય ઘટના બની શકી હોત.

અંદરની પરિસ્થિતિઓ પરથી એવો ઇનપુટ મળ્યો હતો

સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે તેમને ગુપ્તચર માહિતી અને સદનની અંદરની પરિસ્થિતિઓ પરથી એવો ઇનપુટ મળ્યો હતો કે કોંગ્રેસના સાંસદો વડાપ્રધાનના આસન (ખુરશી) સુધી જઈને હોબાળો કરવા અને કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ આપવા યોજના બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું, મને માહિતી મળી હતી કે કોંગ્રેસના સાંસદો પીએમના આસન સુધી જઈને કોઈ અનપેક્ષિત ઘટના કરી શકે છે. મને ભય હતો કે વડાપ્રધાન સાથે કંઈ પણ બની શકે. જો એવી ઘટના બની હોત, તો તે અત્યંત અપ્રિય હોત અને લોકશાહીના ઇતિહાસમાં કાળો દિવસ સાબિત થાત.

આ પણ વાંચોઃ UP: ચાઇનીઝ દોરી વેચવા પર જેલની હવા ખાવા તૈયાર રહેજો, મોત થવા પર હવે નોંધાશે હત્યાનો કેસ