આજે સમગ્ર ભારતમાં રોશની અને આનંદનો મહાપર્વ દિવાળી અત્યંત ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. આ શુભ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય દિગ્ગજો અને નેતાઓએ દેશવાસીઓને દિવાળીની પાવન શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાના સંદેશાઓ શેર કરીને નેતાઓએ લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી છે.

PM મોદીએ પાઠવી શુભકામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર સમગ્ર દેશવાસીઓને પોતાના પરિવારજનો ગણાવીને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, આ પ્રકાશ પર્વ દરેકના જીવનમાં નવો ઉત્સાહ અને રોશની લઈને આવે.
https://x.com/narendramodi/status/2119233454781137126?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2119233454781137126%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ભાજપા અધ્યક્ષ નીતિન નવીને પાઠવી શુભેચ્છા

ભાજપના અધ્યક્ષ નીતિન નવીને અયોધ્યાની ભવ્યતા અને તેના ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કરતા વિશેષ શુભેચ્છા સંદેશ આપ્યો હતો. તેમણે લખ્યું કે, "અલૌકિક, ભવ્ય અને દિવ્ય અયોધ્યાધામ! ભગવાન શ્રીરામની પવિત્ર નગરી અયોધ્યામાં આ વખતે ઉજવાઈ રહેલો પ્રકાશનો તહેવાર ઐતિહાસિક છે. સદીઓની લાંબી રાહ જોયા બાદ, આપણા પ્રિય રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે અને તેમના આ નિવાસસ્થાન પ્રવેશથી આ વર્ષની દિવાળી વધુ ખાસ અને યાદગાર બની ગઈ છે." તેમણે દેશના દરેક નાગરિકના સમૃદ્ધ ભવિષ્યની કામના કરી હતી.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાઠવી શુભેચ્છા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાજ્ય અને દેશના લોકોને દિવાળીના પર્વ પર અભિનંદન આપ્યા હતા. તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું કે, "દિવાળી એ માત્ર રોશનીનો તહેવાર નથી, પરંતુ એ સત્ય, કરુણા અને સર્વજન કલ્યાણની શાશ્વત ભાવનાનું પ્રતિક છે. અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આગમનની પવિત્ર સ્મૃતિ સાથે ઉજવાતો આ ઉત્સવ આપણને સમાજ સેવા, સંવાદિતા અને સદ્ભાવનાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે."

https://x.com/myogiadityanath/status/2119226995628523550?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2119226995628523550%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

સીએમ યોગીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, દિવાળીનો મુખ્ય સંકલ્પ એ જ છે કે સમાજનો કોઈ પણ વર્ગ કે કોઈ પણ ઘર અંધકારમાં ન રહે અને કોઈ પણ વ્યક્તિ આશાથી વંચિત ન રહે. તેમણે ભગવાન શ્રી રામ અને માતા જાનકીના આશીર્વાદથી સર્વત્ર શાંતિ, સુખ અને સુવિધાઓનો પ્રકાશ ફેલાય તેવી પ્રાર્થના કરતા "જય જય સિયારામ" નો નાદ કર્યો હતો.

શશી થરૂરે પણ પાઠવી શુભકામનાઓ

આ સિવાય, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના સાંસદ શશિ થરૂરે પણ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરીને દેશવાસીઓને દિવાળીની સાદી પણ પ્રેમભરી શુભકામનાઓ પાઠવી હતી. આ વર્ષની દિવાળી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ પ્રથમવાર ઉજવાઈ રહી હોવાથી સમગ્ર દેશમાં એક અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. નેતાઓના આ સંદેશાઓએ પર્વની ઉજવણીમાં વધુ સકારાત્મકતા ઉમેરી છે.
https://x.com/ShashiTharoor/status/2119121992138084649?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2119121992138084649%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

આ પણ વાંચોઃ November 8 News: દિવાળીના દિવસે ચોપડાપૂજનથી લઈને સરહદ પર જવાનો સાથે PM મોદી કરશે દિવાળીની ઉજવણી