વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતા કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર હું મારી ભાવનાઓને રજૂ કરવાનું સૌભાગ્ય માનું છું. દેશમાં તેજ પ્રગતિમાં વિકાસનું વર્ષ રહ્યું છે. દરેક ક્ષેત્રમાં સમાજના દરેક વર્ગને તેમના જીવનમાં પરિવર્તનનો એક કાળ રહ્યો છે. સાચી દિશામાં તેજ ગતિથી દેશ આગળ વધી રહ્યો છે. આ દેશના ગરીબ અને ખેડૂતો, મહિલાઓ તમામ વિષયોને લઈને ખૂબજ વિસ્તારથી ભારતની પ્રગતિનો એક સ્વર સંસદમાં ગૂંજ્યો છે.

કોંગ્રેસ પર વડાપ્રધાન મોદીએ કર્યા આકરા પ્રહારો

વડાપ્રધાને વધુમાં કહ્યું કે કાલે જે ઘટના બની તેમાં આ સદનના એક સાંસદ કોંગ્રેસના શાતિર મગજ વાળા યુવરાજે તેમને ગદ્દાર કહ્યા હતાં. અહંકાર તેમનો સાતમા આસમાને પહોંચ્યો છે. કોંગ્રેસને છોડીને અનેક લોકો નીકળ્યા છે. તેમણે બીજાને ગદ્દાર નહીં કહ્યું પણ તેમણે એક શીખનું અપમાન કર્યું છે. કોંગ્રેસના મનમાં શીખો પ્રત્યે નફરત છે. તેઓ આજે ઉભા થઈને કહી શકતા હતાં. તે ગરીમાના અનુરૂપ નહોતુ પણ તેઓ કશું જ ના બોલ્યા. ગદ્દાર શબ્દ સારો નથી. આ દુર્ભાગ્યની વાત છે. આ લોકો કોંગ્રેસને ડૂબાડશે જ. એક તરફ આ દ્રશ્ય છે.બીજી તરફ અમારા સદાનંદજીનું દ્રશ્ય છે.

વડાપ્રધાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઈન્દિરા ગાંધીનું ભાષણ યાદ કરાવ્યું

વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતા ઈન્દિરા ગાંધીના ભાષણને યાદ કરાવતા કહ્યું કે આપણા દેશના એક નેતા હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયા હતાં. ત્યાંથી આવ્યા બાદ તેમણે ખુદ એક ઘટના સંભળાવી. તેમાં તેમણે કહ્યું લાંબા સમય સુધી મારે યોજના આયોગ સાથે સંઘર્ષ કરવો પડ્યો. તે પહાડી ક્ષેત્રો માટે યોજના બનાવવા તૈયાર નથી. મેં યોજના આયોગમાં કહ્યું અમારા વર્ક્સને જીપની જરૂર નથી પણ ખચ્ચરની જરૂર છે. જેથી ઓછામાં ઓછો સામાન લાવી શકાય પણ મને કહેવામાં આવ્યું કે અમે પૈસા તો જીપ માટે જ આપીશું. કારણ કે ખચ્ચરનો પૈસા આપવાની પોલીસી નથી. હિમાચલમાં રોડ નથી ત્યાં જીપ લઈને કોણ જઈ શકે. યોજના આયોગનું જોર હતું કે કાંતો જીપ કાંતો કંઈ જ નહીં. આ કોંગ્રેસની વરિષ્ઠ નેતા ઈન્દિરા ગાંધીનું ભાષણ છે.

ચોરી કરવી કોંગ્રેસનો ખાનદાની ધંધો

મોહબ્બતની દુકાનમાં જે આગ ભરેલી પડી છે આ તેનું જ પરિણામ છે કે તેઓ 'મોદીની કબર ખોદવા'નો નારો લઈને ચાલી રહ્યા છે. દેશની જનતાએ કોંગ્રેસના શાહી પરિવારને દાયકાઓ સુધી તક આપી પણ તેમણે દેશનું ભવિષ્ય દાવ પર લગાવ્યું. ચોરી કરવી એ કોંગ્રેસનો ખાનદાની ધંધો છે, તેમને એક ગુજરાતની સરનેમ પણ ચોરી કરી છે. તેમને મહાત્મા ગાંધીની સરનેમની ચોરી કરી છે. 


આ પણ વાંચો  : Bharat Taxi Launch : દેશની પ્રથમ કો-ઓપરેટિવ કેબ સર્વિસ 'ભારત ટેક્સી' થઈ શરૂ, જાણો શું છે તેની ખાસિયત