વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદા ટાઉન રેલ્વે સ્ટેશન પર હાવડા અને ગુવાહાટી (કામખ્યા) વચ્ચે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી. આ સંપૂર્ણ વાતાનુકૂલિત ટ્રેન લાંબા અંતરની મુસાફરી માટે બનાવવામાં આવી છે અને તે સસ્તા ભાવે એરલાઇન જેવી સુવિધા આપે છે. અધિકારીઓ કહે છે કે તે રૂટ પર મુસાફરીના સમયમાં લગભગ 2.5 કલાકનો ઘટાડો કરશે અને ધાર્મિક પર્યટન, મુસાફરોની સુવિધા અને પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વ વચ્ચે જોડાણને વેગ આપશે.


પીએમ મોદીએ વંદેભારત સ્લીપરને લીલી ઝંડી આપી

17 જાન્યુઆરીનો દિવસ રેલ્વેના ઇતિહાસમાં એક યાદગાર દિવસ રહેશે. આ દિવસે દેશને પ્રથમ વંદેભારત સ્લીપર ટ્રેન મળી. લાંબા અતરની મુસાફરી માટે આ ટ્રેન શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને સારો પ્રતિસાદ મળ્યો. જેના બાદ મુસાફરોની સુવિધા વધુ સુગમ બનાવવા રેલ્વે મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો અને વંદેભારત સ્લીપર ટ્રેન પ્રોજેક્ટ હાથ ધર્યો. આ પ્રોજેક્ટ આજે સફળ થયો અને પીએમ મોદી વંદે ભારત સ્લીપર ટ્રેનની લીલી ઝંડી આપી. પીએમ મોદી 18 જાન્યુઆરી સુધી પશ્ચિમ બંગાળમાં રહેશે. આ ઉપરાંત પીએમ મોદી અન્ય પ્રોજેક્ટસ અને 4,000 કરોડ રૂપિયાથી વધુના રેલ, માર્ગ અને માળખાગત પ્રોજેક્ટ્સની શ્રેણીનું ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે. 

વંદે ભારત સ્લીપ ટ્રેનની ખાસિયત

વંદે ભારત સ્લીપર ટ્રેનમાં સલામતી પર વધુ ધ્યાન અપાયું છે. આ સેવા કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ, મુસાફરો માટે ઇમરજન્સી કમ્યુનિકેશન યુનિટ્સ અને અદ્યતન નિયંત્રણ સિસ્ટમ્સ ધરાવતી અત્યાધુનિક ડ્રાઇવરની કેબથી સજ્જ હશે. વંદે ભારત સ્લીપર એક સેમી-હાઈ-સ્પીડ ટ્રેન છે જેમાં કુલ 16 કોચ સામેલ કરાયા છે. અંદાજે 823 મુસાફરો સ્લીપર વંદેભારત સેવાનો લાભ લઈ શકશે. વંદે ભારત સ્લીપર ટ્રેન સંપૂર્ણપણે વાતાનુકૂલિત છે અને લાંબા અંતરની રાત્રિ મુસાફરીને અત્યંત આરામદાયક અને સલામત બનાવશે. 11 થર્ડ એસી, 4 સેકન્ડ એસી અને 1 ફર્સ્ટ એસી કોચ છે. વંદે ભારત સ્લીપરની મહત્તમ ગતિ 180 કિલોમીટર પ્રતિ કલાક છે. 


આ પણ વાંચો : BMC Election 2026: ઠાકરે–પવારના કિલ્લા ધરાશાયી, નાગરિક ચૂંટણીમાં ભાજપની લહેર

  • Follow us on: