આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની રાજધાની દિલ્હીને વિકાસની મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ દિલ્હીમાં કુલ ₹33,500 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં દિલ્હી મેટ્રોના મહત્વકાંક્ષી વિસ્તરણનો પણ સમાવેશ થાય છે.બીજી તરફ પીએમ મોદીએ ટીએમસી પર આકરાં પ્રહારો કર્યા હતા. પશ્ચિમ બંગાળની સરકારની ટીકા કરતા તેમણે જણાવ્યું કે, ટીએમસીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આદિવાસી કાર્યક્રમનો બહિષ્કાર કરીને માત્ર રાષ્ટ્રપતિનું જ નહીં પણ સમગ્ર આદિવાસી સમુદાયનું અપમાન કર્યું છે.

દિલ્હીને મળી પ્રથમ 'રિંગ મેટ્રો'

આ વિકાસકાર્યોમાં સૌથી મહત્વનું આકર્ષણ દિલ્હી મેટ્રોના બે નવા કોરિડોર રહ્યા. આ પૈકી એક કોરિડોરના પ્રારંભ સાથે દિલ્હીને દેશની **પ્રથમ 'રિંગ મેટ્રો'**ની સુવિધા મળી છે. આ ઉપરાંત અન્ય ત્રણ નવા મેટ્રો કોરિડોરનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. સાથે જ જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન (GPRA) યોજના હેઠળ તૈયાર થયેલા નવા રહેણાંક પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરાયું હતું.

વિપક્ષી સરકારો પર આકરા પ્રહાર

વિકાસ કાર્યોની સાથે પીએમ મોદીએ રાજકીય પ્રહારો પણ કર્યા હતા.પીએમએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું કે, "આપત્તિગ્રસ્ત લોકોનો અભિગમ કામ ઓછું કરવાનો અને બહાના વધુ બનાવવાનો રહ્યો છે.
પશ્ચિમ બંગાળની સરકારની ટીકા કરતા તેમણે જણાવ્યું કે, ટીએમસીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આદિવાસી કાર્યક્રમનો બહિષ્કાર કરીને માત્ર રાષ્ટ્રપતિનું જ નહીં પણ સમગ્ર આદિવાસી સમુદાયનું અપમાન કર્યું છે.

મહિલા સશક્તિકરણની નવી ગાથા

મહિલા દિવસની શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આજે ભારત મહિલા સશક્તિકરણની નવી ગાથા લખી રહ્યું છે. તેમણે રાજકારણથી લઈને વિજ્ઞાન અને રમતગમત સુધીના ક્ષેત્રોમાં મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે દિલ્હીના સ્થાનિક નેતૃત્વ હેઠળ થઈ રહેલા વિકાસની પણ પ્રશંસા કરી હતી.