પીએમ મોદી પોતાની માતા અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી ઘણા દુઃખી જણાયા. પીએમ મોદી ખુદ ભાવુક થઇ ગયા હતા. અને જ્યારે પીએમ મોદીનું સંબોધન સાંભળીને બિહારના બીજેપી અધ્યક્ષ દિલીપ જયસ્વાલ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. તેમણે કહ્યું કે પીએમ મોદીના દિવગંત માતા વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો તેના જ મોટુ કોઇ પાપ ન હોઇ શકે..
હું ભાવુક થઇ ગયો-બીજેપી અધ્યક્ષ
બિહારના બીજેપી અધ્યક્ષ દિલીપ જયસ્વાલએ કહ્યું કે પીએમ મોદીએ આજે બિહારમાં માતા બહેનોનો આત્મનિર્ભર બનાવવા આર્થિક મદદ કરી છે. 20 લાખ માતા બહેનો પીએમ મોદીને સાંભળી રહી છે. કોંગ્રેસ અને આરજેડીના સ્ટેજ પરથી પીએમ મોદીની માતાને અપશબ્દો કહેવા તેનાથી મોટુ કોઇ બીજુ પાપ નથી. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે બિહારની ધરતીને શર્મસાર કરી છે. હું ભાવુક થઇ ગયો. સત્તા મેળવવા આટલી હદ સુધી ન જવુ જોઇએ.
પીએમ મોદીએ શું કહ્યું ?
મહત્વનું છે કે આજે પીએમ મોદી બિહારના એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યુ હતું. જે દરમિયાન પીએમ મોદીએ બિહારના એક કાર્યક્રમમાં કોંગ્રેસ અને આરજેડીના સ્ટેજ પરથી પીએમ મોદીનીમાતાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા જેને લઇને પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે તેમની માતા માટે આરજેડી અને કૉંગ્રેસના મંચ પરથી અપશબ્દો બોલવામાં આવ્યા હતા. આ અપમાન મારી માતા જ નહી પણ બિહારની તમામ મહિલા વર્ગનું અપમાન છે. માતાની વાત કરતા પીએમ મોદી ભાવુક થતા જોવા મળ્યા હતા. તેમની માતાનો સંઘર્ષ અને બાળપણના દિવસો પીએમ મોદીએ યાદ કર્યા હતા.
શું હતો મામલો ?
મહત્વનું છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સહિત INDI ગઠબંધનના નેતાઓ મતદાર યાદી સુધારણા અભિયાનના મુદ્દા પર મતદાર અધિકાર યાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રા દરભંગા પહોંચી હતી. આ દરમિયાન, જાલે વિધાનસભા ક્ષેત્રમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે એક સ્થાનિક નેતા દ્વારા એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે આ સ્ટેજ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અપશબ્દો કહેવામાં આવ્યા હતા.