બિહારમાં આરજેડી અને કોંગ્રેસના સ્ટેજ પરથી પીએમ મોદીની માતાને અપશબ્દો કહેવામાં આવ્યા જેને લઇને એનડીએ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. 4 સપ્ટેમ્બરના રોજ બિહાર બંધનું એલાન કરાયુ છે. આ એલાનની આગેવાની એનડીએની મહિલા કાર્યકર્તાઓ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનડીએના કાર્યકરોએ 4 સપ્ટેમ્બરે સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી બંધનું એલાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે માત્ર તેમની માતા સાથે દુર્વ્યવહાર થયો નથી, પરંતુ તે બિહારની દરેક માતા-બહેન-પુત્રીનું અપમાન છે.
પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા
પીએમ મોદીએ બિહાર રાજ્ય જીવિકા નિધિ શાખ સહકારી સંઘ લિમિટેડનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ યોજના દ્વારા મહિલા વર્ગને જીવનમાં નવી સુવિધાઓ મળશે. અને સરળતાથી પૈસા પણ કમાવી શકશે. જે તેમના ગુજરાનમાં મદદરૂપ થશે.
માતાને યાદ કરીને ભાવુક થયા પીએમ
વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી તેઓએ બિહારની જનતાને સંબોધિત કરી હતી. અને રાહુલ ગાંધીના 'તૂ' વાળા નિવેદન મામલે પીએમ મોદીએ આરજેડી અને કૉંગ્રેસ પર નિશાન સાધ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, તેમની માતા માટે આરજેડી અને કૉંગ્રેસના મંચ પરથી અપશબ્દો બોલવામાં આવ્યા હતા. આ અપમાન મારી માતા જ નહી પણ બિહારની તમામ મહિલા વર્ગનું અપમાન છે. માતાની વાત કરતા પીએમ મોદી ભાવુક થતા જોવા મળ્યા હતા. તેમની માતાનો સંઘર્ષ અને બાળપણના દિવસો પીએમ મોદીએ યાદ કર્યા હતા.
જીવિકા નીધિની વ્યવસ્થા ડીજિટલઃ પીએમ
બિહાર રાજ્ય જીવિકા નિધિ શાખ સહકારી સંઘ લિમિટેડ મામલે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ગામડાઓમાં જીવિકા મેળવવામાં આ યોજના મદદરૂપ થશે. જેના કારણે મહિલા વર્ગ સન્માન સાથે જીવી શકશે. જે મહિલાઓ કામ કરીને ઘર ચલાવે છે. તેમને વધુ આર્થિક મદદ મળશે. જીવિકા નીધિની વ્યવસ્થા ડીજિટલ છે. વિકસિત ભારતની તસ્વીરમાં સૌથી મોટો અને મહત્ત્વનો ફાળો મહિલાઓનો હોવાનું પણ પીએમ મોદીએ કહ્યુ હતુ.
મહિલાઓને આપ્યુ પ્રોત્સાહન
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, મહિલાઓ જો સશક્ત હોય તો દેશની ઉન્નતિ હમેંશા થતી રહે છે. જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓ ઓછો થઇ જાય છે. તેથી માતા-પુત્રી-બહેનનું જીવન સરળ બને તે માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત અંતરિયાળ ગામડાઓમાં શૌચાલય અને પાકા મકાન બનાવવાનું કામ પણ હાથ ધરાયુ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર નિઃશુલ્ક રાશનની યોજના પણ ચલાવી રહી છે. જેથી માતા પોતાના સંતાનના ભોજનની ચિંતા ન કરે. અને સરળતાથી કામ કરી શકે.