જીએસટીમાં સામાન્ય લોકોને રાહત આપ્યા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધિત મોટા મુદ્દા પર પગલાં લેવાની તૈયારી કરી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર જલ્દી જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ભારે ટેરિફથી અસરગ્રસ્ત નિકાસકર્તાઓ માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરી શકે છે.


સરકાર રાહત પેકેજ આપવાની કરી શકે છે જાહેરાત

હકીકતમાં અમેરિકાએ લગાવેલા 50% સુધીના ટેરિફના કારણે ભારતીય કપડા અને વસ્ત્રો, દાગીના અને આભૂષણ ક્ષેત્રના નિકાસકર્તાઓ સામે ગંભીર પડકાર ઊભા થયા છે. તેના ઉપરાંત ચામડાં અને ફૂટવેર, રસાયણ અને એન્જિનિયરિંગ ઉત્પાદનો, ખેતી અને સમુદ્રી નિકાસ સાથે જોડાયેલા ઉદ્યોગો પર પણ દબાણ વધી ગયું છે. આ ઉદ્યોગો સાથે સંકળાયેલા નિકાસકર્તાઓ સતત કેન્દ્ર સરકાર પાસેથી મક્કમ પગલાંની માંગણી કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં હવે સરકાર તેમને રાહત પેકેજ આપવા પર વિચારી રહી છે.

નવા બજારો ન શોધે ત્યાં સુધી મુશ્કેલી નહીં આવે

સૂત્રો મુજબ, પ્રસ્તાવિત યોજનાઓમાં નાના અને મધ્યમ નિકાસકર્તાઓની લિક્વિડિટી સમસ્યાને દૂર કરવી, વર્કિંગ કેપિટલ પરનો ભાર ઓછો કરવો અને સૌથી મહત્વનું એટલે નોકરીઓની સુરક્ષા જાળવવી સરકાર ઇચ્છે છે કે નિકાસકર્તાઓ પોતાનાં ઉત્પાદનો માટે નવા બજારો શોધી ન કાઢે ત્યાં સુધી તેમને ઉત્પાદન ચાલુ રાખવામાં કોઈ મુશ્કેલી ન આવે.

કોવિડ પેકેજ જેવી આપી શકે છે રાહત

સૂત્રોના જણાવ્યા મુજબ આ પેકેજ કોવિડ-19 મહામારી દરમિયાન એમએસએમઇ (MSME) સેક્ટરને આપવામાં આવેલા 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જેમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે સમયે જેમ ઉદ્યોગોને સહારો આપવામાં આવ્યો હતો, તેમ જ આ પગલાં નિકાસકર્તાઓને મુશ્કેલ સમયમાં રાહત પહોંચાડશે. તેની સાથે સરકાર એક્સપોર્ટ પ્રમોશન મિશન પર પણ કામ કરી રહી છે, જેની જાહેરાત આ વર્ષેના બજેટમાં કરવામાં આવી હતી. આ મિશનનો હેતુ ભારતના નિકાસને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવો અને નવા બજારોમાં ભારતીય ઉત્પાદનોની ઉપસ્થિતિ વધારવી છે.


  • Follow us on: